હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 26th August 2026
ભરૂચના રેલવે ગોદી વિસ્તારમાં ગટર કાસમાં પડેલા એક આખલાને બહાર કાઢવા દરમિયાન માનવ કંકાલ મળી આવતાં ભારે ચકચાર
અચાનક માનવ કંકાલ મળી આવવાના આ બનાવે સ્થાનિકોમાં નાના-મોટા અનેક તર્ક-વિતર્કો ઊભા કર્યા

ભરૂચના રેલવે ગોદી વિસ્તારમાં ગટર કાસમાં પડેલા એક આખલાને બહાર કાઢવાની કામગીરી દરમિયાન માનવ કંકાલ મળી આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. અચાનક માનવ કંકાલ મળી આવવાના આ બનાવે સ્થાનિકોમાં નાના-મોટા અનેક તર્ક-વિતર્કો ઊભા કર્યા છે. ઘટના અંગે રેલવે પોલીસને જાણ કરાતાં જ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને કંકાલને કબજે લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ પોલીસે આ કંકાલની ઓળખ છતી કરવા સહિત વિવિધ દિશાઓમાં તપાસનો દોર શરૂ કર્યો છે, જ્યારે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઊંડાણપૂર્વકની પોલીસ તપાસ બાદ જ આ સમગ્ર ઘટના પાછળનું ગૂઢ રહસ્ય ઉકેલાય તેવી શક્યતા સેવાઈ રહી છે.
(12:44 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
