<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

જુનિયર બોયઝ ઈન્‍ટર ડિસ્‍ટ્રીક્‍ટ ફૂટબોલ ટૂર્નામેન્‍ટઃ ૨૮મીએ રાજકોટ વિ.મોરબી

ગુજરાત સ્‍ટેટ ફૂટબોલ એસોસીએશન દ્વારા ગાંધીનગર ખાતે ૧૦ દિવસીય ટૂર્નામેન્‍ટ

રાજકોટઃ ગુજરાત સ્‍ટેટ ફૂટબાલ અસોશિએશન દ્વારા આયોજિત જૂનિયર બોયઝ ઇન્‍ટર ડિસ્‍ટ્રિક્‍ટ ફૂટબોલ ટુર્નામેન્‍ટ-૨૦૨૬ નું આયોજન ગાંધીનગર ખાતે તા.૨૫.૦૮.૨૦૨૬ થી તા.૨.૯. ૨૦૨૬ દરમિયાન કરવામાં આવેલ છે.  આ ટુર્નામેન્‍ટ માં રાજકોટ જીલ્‍લા સહીતની ગુજરાત ના ૨૧ જીલ્‍લા ની ટીમો સબ-જૂનિયર બોયઝ ઇન્‍ટર ડિસ્‍ટ્રિક્‍ટ ફૂટબોલ ટુર્નામેન્‍ટ માં ભાગ લઈ રહેલ છે. બધી ટીમો ને ૭ ગ્રુપ માં વહેચવામાં આવેલ છે.  ગ્રુપ એ માં બનાસકાંઠા, કચ્‍છ અને પંચમહાલ ની ટીમો છે. ગ્રૂપ  બી માં ભરુચ, બરોડા અને ગાંધીનગર ની ટીમો, ગ્રૂપ  સી માં સુરેન્‍દ્રનગર, જામનગર અને ભાવનગર ની ટીમો છે.  ગ્રૂપ ઈ માં તાપી, મહેસાણા અને અમદાવાદ ની ટીમો છે. ગ્રૂપ એફ માં વલસાડ, દેવભૂમિ દ્વારિકા અને છોટાઉદેપુર ની ટીમો છે. ગ્રૂપ જી માં મોરબી, રાજકોટ અને જામનગર ની ટીમો છે. અને ગ્રૂપ જી માં સુરત, બોટાદ અને આણંદ  ની ટીમો ને રાખવામા આવી છે.  રાજકોટ ની ટીમ તા.૨૭ના રોજ રવાના થશે અને તા.૨૮ના રોજ  પ્રથમ મેચ મોરબી સામે, બીજો મેચ તા.૨૯ ના જામનગર જિલ્‍લા ની ટીમ સામે રમશે. રાજકોટ જિલ્‍લાની ટીમમાં રેહાંસ ભુટાની, ધાર્મિત શાહ, ધૈર્ય ભટ્ટ, વિહાન રૂઘાની, જક્ષ બરંડા, અયાન કાશવાની, પ્રાંશું પધાડીયા, માનવીરસિંહ જાડેજા, આરવ અંકોલા, કૃષ્‍ણરાજસિંહ જાડેજા, જિનય મેહતા, હેનિલ કનેરિયા, વિયાન ઉપાધ્‍યાય, અર્ણવ શર્મા, મયંક નાયક, અંશ ગીરી, વિરભદ્ર ત્રિવેદી, પ્રેમકુમાર અરમૂરગન, આરવ પરમાર અને રુદ્રારાજસિંહ ગોહિલ છે. ટીમ ની સાથે  મેનેજર જયકિશન કાચા અને કોચ સંજય પંડ્‍યા ને નિયુકત કરવામાં આવેલ છે.  રાજકોટ ડિસ્‍ટ્રિક્‍ટ ફૂટબોલ એસોસિએશન ના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા, બી. કે. જાડેજા,  આર.સી.સી. બેન્‍ક ના ડો. પુરસોત્તમભાઈ પીપળીયા, પ્રકાશભાઈ સંખાવાલા તથા સેક્રેટરી  રોહિત બુંદેલા, અમૃતલાલ બાંસુરી, દિપક યશવંતે, અમીત સિયાળીયા, યુવરાજ પૂન, મોન્‍ટુ ગુરુગ, મંદીપસિંહ બારડ સહિતના એસોસિએશન ના સભ્‍યો દ્વારા ટીમ ને શુભેચ્‍છા પાઠવવામા આવેલ છે.

(10:27 AM IST)