<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું

શહેરમાં ડેન્ગ્યુના 147, સાદા મેલેરિયાના 76 અને ઝેરી મેલેરિયાના 14 કેસ નોંધાયા: વાયરલ ફીવર તેમજ શરદી-ઉધરસના કેસમાં પણ વધારો નોંધાતા લોકોની હાલાકી વધી

અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં ડેન્ગ્યુના 147, સાદા મેલેરિયાના 76 અને ઝેરી મેલેરિયાના 14 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વાયરલ ફીવર તેમજ શરદી-ઉધરસના કેસમાં પણ વધારો નોંધાતા લોકોની હાલાકી વધી છે. સ્વાઈન ફ્લૂના કેસમાં પણ વધારો થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના 9 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જ્યારે 18 દર્દીઓ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના વધતા કેસને પગલે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે..

(1:16 PM IST)