News of Wednesday, 26th August 2026
લઠ્ઠાકાંડ અને અન્ય ધટનાના મૃતકોને પૂ.મોરારીબાપુની શ્રધ્ધાંજલી : પરિવારજનોને સહાય
દારૂ પીવાની પ્રવ્રુતિ ખૂબ જ નિંદનીય પરંતુ તેમા પરિવારજનોનો શો વાંક ? તેમનાં નિર્દોષ પરિવારજનો તરફ પૂ. મોરારીબાપુએ સંવેદના પ્રગટ કરી

રાજકોટ તા.૨૬ : થોડા દિવસો પહેલાં ભાવનગરમાં ઝેરી દારુ પીવાને કારણે ૧૩ લોકોનાં મોત નિપજયા હતા. દારૂ પીવાની પ્રવૃતિ ખૂબ જ નિંદનીય છે અને તેનાં પરિપાકરૂપે તેવી વ્યક્તિનાં સ્વજનોની આર્થિક સ્થિતિ વધુ કંગાળ બને છે. અનેક પરિવારો લઠ્ઠાકાંડને કારણે વધુ પાયમાલ થઈ ચૂકયા છે. પરંતુ તેવી વ્યક્તિઓનાં પરિવારજનોનો શો વાંક ? તેમનાં નિર્દોષ પરિવારજનો તરફ પૂ. મોરારીબાપુએ સંવેદના પ્રગટ કરી છે.
આ ઘટનામાં માર્યા ગયેલાઓ પૈકી ૧૨ લોકોનાં પરિવારજનોને રુપિયા પંદર હજાર લેખે કુલ મળીને રુપિયા ૧,૮૦,૦૦૦ ની સહાયતા રાશિ અર્પણ કરી છે. એક વ્યક્તિની વિગતો મેળવવામાં આવે છે.
તળાજા તાલુકાના મથાાવડ ગામે બે યુવાનોના તળાવમાં ડૂબી જતાં મોત નિપજયા હતા. રાજકોટ નજીક બેડી ગામે પાણીમાં ડૂબી જતાં ચાર બાળકોનાં મોત નિપજયા હતા. ભાવનગર ખાતે એસટી બસની હડફેટે માતા અને પુત્રીનાં કરુણ મોત નિપજયા હતા. આ તમામ દિવંગત થયેલા લોકોનાં નિર્વાણ માટે પૂ.મોરારીબાપુએ પ્રાર્થના કરી છે અને તેમનાં પરિવારજનોને પ્રત્યેકને રૂપિયા ૧૫,૦૦૦ લેખે કુલ મળીને ૧,૨૦,૦૦૦ રુપિયાની આર્થિક સહાયની રકમ અર્પણ કરી છે જે રામકથાના શ્રોતા દ્વારા પહોંચાડવામાં આવશે.તેમ
જયદેવભાઈ માંકડ(તલગાજરડા)ની યાદીમાં જણાવ્યુ છે.
(1:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
