<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

સ્‍વચ્‍છ છબી ધરાવતા એસપી નિતેશ પાંડેની તરફેણમા પોસ્‍ટરો વાયરલ...

પોલિસ તંત્ર જેમના નામથી ફફડે છે, તેવા CBI બેક ગ્રાઉન્‍ડ ધરાવતા ગગનદીપ ગંભીરે ભાવનગરમાં ધામા નાખી, આરોપીઓ, કહેવાતા વહીવટદારોની આકારી પૂછ પરછ દ્વારા ખાનગી વાતો બહાર લાવવા પ્રયાસોની રાજ્‍ય પોલિસ તંત્રમાં જોરદાર ચર્ચા વચ્‍ચે નવો વણાક આવ્‍યો... ખુદ ભાવનગરના મોટા સમૂહ દ્રારા આ અધિકારીના નીષ્‍ઠાપૂર્વકના પ્રયાસોથી જ ભાવનગરની ખાડે ગયેલ પરિસ્‍થિતિ, અડ્ડાઓ પર નિયંત્રણ આવ્‍યાનો ૭ માસના આંક સાથે ઉલ્લેખ કરાયો છે ગેર કાયદે કમાણીથી ઉભી કરેલ મિલ્‍કતો જપ્ત કરાવી, સહીત દસ્‍તાવેજી પુરાવા, સ્‍ટેટ સમાં પણ અમે પોલિસના સપોર્ટમાં હોવાના પોસ્‍ટર ફરતા થયા.... વડાપ્રધાન કાર્યાલય સુઘી જામનગરની કાયદો વ્‍યવસ્‍થા સ્‍થિતિ અંગેની ફરિયાદ પછી જે સ્‍થિતિ દુર કરવા મોકલાયેલ એસપી દીપેનભદ્ર સાથે ASP દરજ્જે નિતેશ પાંડે હતા, તે સાથે દ્વારકાના નશાકારક કફ શિરપના મૂળ સુધી આ IPS પહોચ્‍યાં હતા તેવી રજુઆત રાજ્‍ય સરકાર સુઘી થયાની IPS લોબીમાં ભારે ચર્ચા...

રાજકોટ, તા.૨૬: ભાવનગરમાં સર્જાયેલ ઝેરી શરાબ કાંડ મામલમાં  એક ડઝનથી વધુ મોત નીપજતા, નાયબ મુખ્‍ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ એરપોર્ટ પર મુખ્‍ય પોલિસ વડા જ્ઞાનેન્‍દ્રસિંઘ મલ્લિક, અમદાવાદના પોલિસ કમિશનર અનુપમસિંઘ ગેહલોત અને ib વડા અશોક કુમાર યાદવ સાથે ચર્ચા કરી સ્‍ટેટ મોનોટરિંગ સેલ ના એસપી મયુરસિંહ ચાવડા, pi સંજયસિંહ જાડેજા સહીત ની ખાસ ટીમને dig વિશાલ વાઘેલાના માર્ગદર્શનમાં તપાસ સુપરત કરેલ,  ખુબ ઝડપથી  મૂળ સુધી આ ટીમ પોહચી, બે પોલિસ ઇન્‍સ્‍પેક્‍ટર, ૪ પોલિસ  સ્‍ટાફને સસ્‍પેન્‍ડ કરવાંમાં આવ્‍યા.                                    

આ પગલા પછી સોશ્‍યલ મીડિયામાં ઉહાપોહ મચ્‍યો કે, આ પગલામાં ફક્‍ત નાના માછલાંઓ જ કેમ ઝપટે ચઢયા, મોટા મગર મગર મચ્‍છો કેમ ઉગરી ગયા?  આ બાબતે કોઈ શંકા કુ શંકા ન રહે તે માટે સ્‍વચ્‍છ છબી ધરાવતા રાજ્‍યના મુખ્‍ય પોલિસ વડા જ્ઞાનેન્‍દ્રસિંઘ મલ્લિકે રાજ્‍ય પોલિસ તંત્રમાં જેની ખુબ મોટી ધાક છે, તેવા કડક અને cbi બેક ગ્રાઉન્‍ડ ધરાવતા ૨૦૦૪ બેચના લેડી સિંઘમ તરીકે જાણીતા ગગનદીપ ગંભીરને ભાવનગર સ્‍ટે કરી, દૂધનું દૂધ, પાણીનુ પાણી કરવા જણાવ્‍યું છ.. રાજ્‍ય સરકારે પણ આ સુચનને આવકાર્યું છે.

બીજી તરફ ભાવનગરના એસપી ખુબ પ્રમાણીક છે, તેવોએ ભાવનગરમાં ચાર્જ લેતા આખો સડો સાફ કરવા કરેલ પ્રયત્‍નો તથા અસામાજિક તત્‍વોની મિલ્‍કતો  જપ્ત કરી છે, તેવી કામગીરીના પોસ્‍ટરો સોશ્‍યલ મીડિયામાં ખુદ ભાવનગરના મોટા સમૂહ દ્વારા ખુબ વાયરલ થયા છે, યુ ટયૂબ ચેનલોમાં પણ આ ન્‍યૂઝ ચાલી રહ્યા છે.

અત્રે એ યાંદ રહે કે જામનગરની એક સમયે કાયદો વ્‍યવસ્‍થા ખુબ ચિંતાજનક સ્‍થિતમાં હોવાનું જાણીતી કમ્‍પની દ્રારા વડાપ્રધાન ઓફિસ સુધી રજુઆત થયેલ, જે સંદર્ભમાં કડક હાંથે પગલા લેવા એસપી તરીકે દીપન ભદ્ર  સાથે ર્ીતષ્ટ તરીકે નિતેશ પાંડેને મોકલવામાં આવેલ, દ્વારકામાં પણ તેમણે નશાકારક સીરપના મૂળ સુધી પોહચી અનેક ગેંગોનો ખત્‍મોં બોલાવેલ તેવી પણ વાતો ગાંધીનગર ગ્રહ મંત્રાલય સુધી પોહચી છે, હવે સમય જ કહેશે કે રાજ્‍ય સરકાર શું નિર્ણય કરે છે.

(2:26 PM IST)