<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

દીકરી સન્‍માન અને વસ્‍ત્રદાનથી ગુંજ્‍યું બાલાજી હનુમાન મંદિર

 

અમદાવાદઃ પવિત્ર શ્રાવણ માસ અને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે શ્રી બાલાજી હનુમાન મંદિર પરિવાર દ્વારા ખેડા જિલ્‍લાના મેમદાબાદ ના દેસરા ખાતે આવેલ,મંદિર પરિવારના ટ્રસ્‍ટી શ્રીમતી જાગૃતિબેન મનિષકુમાર ત્રિવેદીના પ્રયાસોથી ૬થી ૨૧ વર્ષની દીકરીઓને વષદાન કરવામાં આવ્‍યું હતું. આ સેવાકાર્ય શ્રી જગન્નાથજી મંદિરના મહંત તથા જગદ્દગુરુ શ્રી દિલીપદાસજી મહારાજના હસ્‍તે કરવામાં આવ્‍યું હતું. પવિત્ર શ્રાવણ માસમાં યોજાયેલા આ સેવાકાર્ય દ્વારા ‘માનવ સેવા એ જ માધવ સેવા'ની ભાવનાને સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો. રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના પવિત્ર સંબંધનો તહેવાર નથી, પરંતુ સમાજની દીકરીઓ પ્રત્‍યે સન્‍માન, પ્રેમ અને જવાબદારી વ્‍યક્‍ત કરવાનો પણ અવસર છે. આ ભાવના સાથે મંદિર પરિવાર દ્વારા દીકરીઓના સન્‍માન અને તેમના ચહેરા પર સ્‍મિત લાવવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હોવાનું જણાવાયું છે. (તસ્‍વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(2:31 PM IST)