News of Wednesday, 26th August 2026
અમદાવાદના ચાંગોદર GIDC મોરૈયા ગામ નજીક એસ્ટેટમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
ચાંગોદર GIDC પાસેના મોરૈયા ગામ નજીક મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાંથી વિદેશી દારુની 35,000 બોટલ પકડાઈ

અમદાવાદના ચાંગોદર GIDC મોરૈયા ગામ નજીક એસ્ટેટમાંથી દારૂનો જથ્થો ઝડપાયો છે . મહાગુજરાત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ના શેડ નંબર 170માં આવેલ શ્યામ મેટલ કંપનીમાંથી વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો . વિદેશી દારૂ ની નાની મોટી 35 હજાર બોટલ કુલ 72.50 લાખના દારૂ જથ્થો કબજે કરવામાં આવ્યો હતો . ગ્રામ્ય LCB પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી હતી બુટલેગર ઈશ્વર સિસોદિયા અને વિકાસ યાદવ દારૂ મોકલ્યો હતો. આરોપી દીપકસિંગ મહાલે, આનંદ રાજપૂત મહારાષ્ટ્રના છે અન્ય બે આરોપી ભાવનગરના સુધીર પંડ્યા અને અલ્પેશ મકવાણા છે. અમદાવાદ ગ્રામ્ય LCB વધુ તપાસ શરૂ કરી છે .
(6:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
