News of Wednesday, 26th August 2026
અમદાવાદની શ્યામ-ઘનશ્યામ સ્કૂલે પૂર્વ મંજૂરી વિના જ અન્ય સ્થળે શાળા ટ્રાન્સફર કરતા વિવાદ: ફોજદારી કાર્યવાહી કરવા તજવીજ
શ્યામ ઘનશ્યામ સ્કૂલને જુહાપુરાની અહમદઆબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસમાં કરી દેવાઈ ટ્રાન્સફર: 190 વિધાર્થીઓના શૈક્ષણિક ભાવી સાથે ચેડા કરાયા

અમદાવાદની શ્યામ-ઘનશ્યામ સ્કૂલે પૂર્વ મંજૂરી વિના જ અન્ય સ્થળે શાળા ટ્રાન્સફર કરતા વિવાદ સર્જાયો છે. કેશવનગરમાંથી જુહાપુરામાં સ્કૂલ ટ્રાન્સફર કરાઈ છે. શ્યામ ઘનશ્યામ સ્કૂલને જુહાપુરાની અહમદ આબાદ સ્કૂલ ઓફ એજ્યુકેશન કેમ્પસમાં ટ્રાન્સફર કરી દેવાઈ છે, 190 વિધાર્થીઓના શૈક્ષણિક ભાવી સાથે ચેડા કરાયા છે. 1થી 8ના 173 વિધાર્થીઓ અને ધો.9 અને 10ના 17 વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવ્યા છે. તપાસ કરતા અહમદ આબાદ સ્કૂલ પાસે પણ શાળા ચલાવવા માટે મંજૂરી જ ના હોવાનું સામે આવ્યું હતું . શાળા ચલાવવાની મંજૂરી ના હોવા છતાં બોર્ડ પર સરકાર માન્ય એપ્રુવલ હોવાનો ઉલ્લેખ કરાયો છે. શ્યામ ઘનશ્યામ સ્કૂલ અને અહમદ આબાદ સ્કૂલના સંચાલકો સામે કાર્યવાહી થશે . સમગ્ર મામલાને લઈ શિક્ષણ વિભાગ દ્વારા ફોજદારી ગુનો દાખલ કરાશે . વિધાર્થીઓને નજીકની શાળામાં શિફ્ટ કરવા પણ સૂચના અપાઈ છે
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
