<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

વાવ-થરાદના દિયોદર, રાહ, થરાદ અને લાખણીના ખેડૂતોને મળશે રાહત :સુજલામ સુફલામ કાચી કેનાલમાં છોડાયું પાણી

ચાંગા પમ્પિંગ સ્ટેશનથી ત્રણ પંપ શરૂ કરાયા :ચાંગાથી પમ્પિંગ કરી રામપુરા નજીક કેનાલમાં પાણી નાખવાનું શરૂ કરાયુ

વાવ-થરાદના દિયોદર, રાહ, થરાદ અને લાખણીના ખેડૂતો રાહત થાય તેવા સમાચાર સામે આવ્યા છે. સુજલામ સુફલામ કાચી કેનાલમાં પાણી છોડવાનું શરું કરાયુ છે. ખેડૂતોની રજૂઆત બાદ આજથી કાચી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે . ચાંગા પમ્પિંગ સ્ટેશનથી ત્રણ પંપ શરૂ કરાયા છે. લાખણીના વાસણા ગામે ગઈકાલે ખેડૂતોએ ઢોલ વગાડી પાણીની માંગ કરી હતી. ચાંગાથી પમ્પિંગ કરી રામપુરા નજીક કેનાલમાં પાણી નાખવાનું શરૂ કરાયુ છે. ખેડૂતોએ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને વીડિયો કોલથી રજુઆત કરી હતી  શંકર ચૌધરીએ બીજા દિવસે પાણી શરૂ કરાવવાનું આપ્યું હતું વચન. પાણી શરૂ થતાં દિયોદર, રાહ, થરાદ અને લાખણીના ખેડૂતોને લાભ થશે  

(6:48 PM IST)