તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 26th August 2026
રાજપીપલા પોલીસ સ્ટેશનના NDPS ના ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા
બાતમીના આધારે આરોપીને પકડી પાડીને રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જીલ્લા પોલીસ અધિક્ષક વિશાખા ડબરાલ નાઓ દ્વારા જીલ્લામાં એસ.ઓ.જી. ના ચાર્ટર મુજબની કામગીરી કરવા તેમજ નાસતા-ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચના અને માર્ગદર્શન ના આધારે પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા એસ.ઓ.જી શાખા નર્મદા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર સી.ડી. પટેલ તથા એસ.ઓ.જી.શાખાની ટીમ દ્રારા આરોપી શોધી કાઢવા પેટ્રોલીંગમાં હોય ત્યારે મળેલ બાતમી આધારે રાજપીપલા પોલીસ સ્ટેશન એન.ડી.પી.એસ.એક્ટ મુજબના વોન્ટેડ આરોપી જેન્તીભાઇ નમાભાઇ તડવી( રહે- બગદા તા.અક્કલકુવા જી. નંદુરબાર (મહારાષ્ટ્ર) નાઓને પકડી પાડી આગળની કાયદેસર કાર્યવાહી માટે રાજપીપલા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
(10:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
