<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 26th August 2026

રાજપીપળામાં ઇદે મિલાદની શાંતિ પૂર્ણ ઉજવણી: જામા મસ્જિદથી ઝુલુસ નિકળ્યું જે શહેરના મુખ્ય માર્ગ પર ફર્યું

ઠેર ઠેર આઈસ્ક્રિમ, ચોકલેટ, કેક, સહિત નિયાઝનું વિતરણ:

( ભરત શાહ દ્વારા ) નર્મદા :ઇદે મિલાદનો તહેવાર હોય રાજપીપળા શહેરમાં દર વર્ષની જેમ મુસ્લિમ બિરાદરોએ શાંતિ પૂર્વક ઇદે મિલાદનું ઝુલુસ કાઢ્યું હતું.

    ઇસ્લામના મહાન પયગંબર મોહંમ્મદ સાહેબના જન્મ દિવસની રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી, તમામ મુસ્લિમ બિરાદરો દ્વારા ઝુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઝુલુસ રાજપીપળા ની મુખ્ય જામા મસ્જિદ થી શરૂ થઈ લાલ ટાવર, સ્ટેશન રોડ થઈ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યું જેમાં મુખ્ય આગેવાનો સહિત મસ્જિદોના ઇમામ અને મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા, ઝુલુસ માં ઠેર ઠેર નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આજના દિવસે સૌ ભારતવાસી ઓને મુબારકબાદ પાઠવી હતી અને જણાવ્યું હતું કે આજનો દિવસ ખુશીનો દિવસ છે આજના દિવસ સંદર્ભે દેશની એકતા અને ભાઈચારા માટે ખાસ દુઆ કરી હતી.

(10:31 PM IST)