તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
દાહોદના લીમખેડા વિસ્તારમાંથી પિકઅપ ગાડીમાં ડુંગળી અને લસણના કટ્ટાઓની આડમાં છુપાવેલ વિદેશી દારૂ ઝડપાયો
પોલીસે પીકઅપ ગાડીમાથી 2160 નંગ વિદેશી દારૂની બોટલો તેમજ રૂ 2.89 લાખનો દારૂ, 3 લાખની પિકઅપ ગાડી અને 50 હજારની એક બાઈક જપ્ત કર્યો :પોલીસે 6.39 લાખ રૂપિયાના મુદ્દામાલ જપ્ત કર્યો

દાહોદ જિલ્લાના લીમખેડા વિસ્તારમાંથી પોલીસ દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. નાની વાસવાણી ગામે ઉચવાસ ફળીયામાં ગેરકાયદેસર રીતે દારૂ લાવવામાં આવ્યો હતો. બુટલેગરો રાજસ્થાન અને મધ્યપ્રદેશથી ગુજરાતમાં દારૂ ઘૂસાડવા માટે અવનવા કિમિયાઓ અપનાવતા હોય છે. આવું જ કંઈક આ કિસ્સામાં પણ સામે આવ્યું હતું.
પિકઅપ ગાડીમાં ડુંગળી અને લસણના કટ્ટાઓની આડમાં વિદેશી દારૂ લાવવામાં આવ્યો હતો. પોલીસને જોઈને પિકઅપ ગાડીનો ચાલક વાહન મૂકીને ફરાર થઈ જવામા સફળ રહ્યો હતો. પોલીસે પીકઅપ ગાડીમાથી 2160 નંગ વિદેશી દારૂની બોટલો જપ્ત કરી છે જેની કિંમત 2.89 લાખ રૂપિયા છે. દરોડા દરમિયાન પોલીસે 2.89 લાખનો દારૂ, 3 લાખની પિકઅપ ગાડી અને 50 હજારની એક બાઈક જપ્ત કરી હતી. પોલીસે કુલ 6.39 લાખ રૂપિયાના મુદ્દામાલની જપ્તી કરીને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સાથે જ ફરાર થયેલા બુટલેગરને ઝડપી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે
(12:32 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
