<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

દક્ષિણ ભારતની ધર્મનગરી કર્ણાટકના ઉડુપીમાં શનિવારથી પૂ.મોરારીબાપુના વ્‍યાસાસને શ્રી રામકથા

 

રાજકોટ, તા.૨૭: પૂ.મોરારીબાપુની ત્રિભુવનીય વ્‍યાસપીઠના કુલ કથાક્રમની ૯૮૩ મી રામકથા પહેલી સપ્‍ટેમ્‍બર ૨૦૨૬ થી કર્ણાટકના ઉડુપી ખાતે આરંભાશે. ઉડુપી નગર, દક્ષિણ ભારતનું સુપ્રસિદ્ધ રમણીય તીર્થસ્‍થાન છે, જ્‍યાં આચાર્ય માધવાચાર્યજી દ્વારા તેરમી સદીમાં સ્‍થપાયેલ પ્રસિદ્ધ કળષ્‍ણ મઠ અને મંદિર આવેલું છે.

ઉલ્લેખનીય છે કે પૂ.મોરારીબાપુની કર્ણાટકની ધરતી પરની આ ૧૬ મી કથા છે.  ૨૮-૯-૧૯૭૫ ના રોજ  (કુલ કથા ક્રમની ૧૦૬ મી કથાનું) ‘ગડગ' માં પૂ.મોરારીબાપુએ કર્ણાટક પ્રદેશની ભૂમિ પરની પહેલી રામકથાનું ગાન કર્યું હતું.

અને ગોકર્ણ ખાતે (કુલ કથા ક્રમની ૯૪૪મી કથા) ૫-૧૦-૨૯૨૪ ના રોજ કથા ગાન આરંભાયું હતું, વ્‍યાસપીઠ દ્વારા કર્ણાટકમાં ગવાએલી એ ૧૫ મી રામકથા હતી.

દક્ષિણ ભારતના આ સાંસ્‍કળતિક, પ્રાકળતિક અને ધાર્મિક સ્‍થાન પરની કથાના મનોરથી બનવાનું સૌભાગ્‍ય પ્રવિણભાઈ તન્નાને પ્રાપ્ત થયું છે. વ્‍યાસપીઠને સંપૂર્ણ સમર્પિત પ્રવિણભાઈ અતિ વિનમ્ર સ્‍વભાવના, મીતભાષી, મળદુ ભાષી અને કથા રસિક શ્રોતા છે.પૂ.મોરારીબાપુની રામકથાના મનોરથી બનવા માટે સદા તત્‍પર રહેતા પ્રવિણભાઈને વ્‍યાસપીઠની કળપાથી સેવાનો પ્રાપ્ત થતો રહ્યો છે, જેને તેઓ પોતાની પાત્રતા નહીં પણ કેવળ અને કેવળ ગુરુ કળપા કહે છે.

પૂ.મોરારીબાપુના સંકેતને સમજીને વ્‍યાસપીઠની ઈચ્‍છાને આજ્ઞા રૂપે સ્‍વીકારીને એ પ્રમાણે અનુસરણ કરનારા પ્રવિણભાઈ કહે છે કે કથા સ્‍થળની પસંદગીનો વિચાર પણ પૂજ્‍ય બાપુની કળપાથી જ પ્રગટે છે અને કથાના આયોજન અને વ્‍યવસ્‍થાની પ્રેરણા અને બળ પણ વ્‍યાસપીઠની કળપાથી જ મળે છે.

સમગ્ર તન્ના પરિવાર સદા વિત્તજા સેવા ઉપરાંત તનુજા સેવા અને માનસી સેવા માટે પણ તત્‍પર રહે છે. અન્‍ય મનોરથીની કથાઓમાં પણ તેઓ વ્‍યવસ્‍થાપક તરીકે તન, મન અને ધનથી સેવા કરે છે.

ઉડુપી ખાતે ૧ સપ્‍ટેમ્‍બરથી આયોજિત થનારી કથામાં પૂ.મોરારીબાપુના વચનામળતના શ્રવણ માટે ત્રિભુવની વ્‍યાસપીઠના વૈશ્વિક શ્રોતાઓ આતુર છે. તેમ જયદેવભાઇ માંકડ (તલગાજરડા) ની યાદીમાં જણાવ્‍યું છે

(11:23 AM IST)