News of Thursday, 27th August 2026
ગુજરાતની આન, બાન અને શાનમાં વધારોઃ જેલ વિભાગે ૧૩ મેડલ હાંસલ કર્યા
કુસ્તી (મલ કુસ્તી) રાજ્ય લેવલના ડીજી કપ સ્પર્ધામાં ડો.કે.એલ.રાવના માર્ગદર્શનમાં અનેરી સિદ્ધિ

રાજકોટ, તા.૨૭: ફિટ અને સ્વસ્થ પોલિસ અભિયાન અંતર્ગત ગુજરાતમાં વરેસ્ટલિંગ ક્લસ્ટર કોમ્પીટેશનનું અર્થાત (મલ્લ કુસ્તી)ડીજીપી કપ ૨૦૨૬/૨૦૨૭ નું આયોજન નડિયાદ કોમ્પ્લેક્સ ખાતે યીજાયેલ જેમાં ગુજરાતના મુખ્ય જેલ વડા ips ડો.કે.એલ.એન.રાવના માર્ગદર્શન નીચે ગુજરાતના જેલ વિભાગે શાનદાર પ્રદર્શન કરી કુલ ૧૩ મેડલ મેળવી ઞૌરવવંતી સિધ્ધિ મેળવતા ડિજિપી ડૉ.કે.એલ.એન. રાવ દ્રારા અભિનંદન આપવામાં આવ્યા છે. કુલ ૧૩ મેડલ મેળવ્યા છે, જેમાં ૬ ગોલ્ડ, ૬ સિલ્વર અને ૧ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. સાથે સાથે ચેમ્પિયન ટ્રોફી પણ ગુજરાત જેલ વિભાગે મેળવી છે.
Wrestling માં -
૧. રઘુભાઈ પટેલ (કેપ્ટન) - ગોલ્ડ
૨. દિવ્યા એસ. ચૌહાણ - ગોલ્ડ
૩. માહિરહસન એમ. શેખ
૪. તરુણસિંહ વી. દહિયા - સિલ્વર
૫. નાગાભાઈ આર. કરંગીયા - સિલ્વર
Wrestling Greco માં -
૧. મહિપાલસિંહ ડી. મોરી - ગોલ્ડ
૨. રઘુભાઈ પટેલ (કેપ્ટન) - સિલ્વર
Arm Wrestling માં -
૧. તરુણસિંહ વિક્રમસિંહ દહિયા - ગોલ્ડ
૨. મહમદમનસુર એમ. મનસુરી - સિલ્વર
૩. ધર્મિષ્ઠાબેન ડી. વાળા - સિલ્વર
૪. માહિરહસન એમ. શેખ - સિલ્વર
૫. નાગાભાઈ આર. કરંગીયા - બ્રોન્ઝ
Boxing માં -
૧. નિકુલભાઈ એસ. ઠાકોર - ગોલ્ડ.
(11:27 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
