તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 27th August 2026
સુરતના સરથાણામાં પ્રતિબંધિત અને નશાકારક દવાઓના ઓનલાઇન વેચાણનો પર્દાફાશ :નિકુંજ ગજેરાની ધરપકડ
ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર શિડ્યુલ H1 દવાઓનું વેચાણ કરવામાં આવતું:તમિલનાડુમાં 1,000થી વધુ ટાપેન્ટાડોલ દવાઓ મોકલાઈ હોવાનો ખુલાસો થયો

સુરતના સરથાણા વિસ્તારમાં પ્રતિબંધિત અને નશાકારક દવાઓના ઓનલાઇન વેચાણના નેટવર્કનો પર્દાફાશ થયો છે. સરથાણા પોલીસે ગોકુલમ આર્કેડમાં આવેલી દુકાન પર દરોડો પાડી નિકુંજ ગજેરા નામના આરોપીની ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર શિડ્યુલ H1 દવાઓનું વેચાણ કરવામાં આવતું હોવાનું અને તમિલનાડુમાં 1,000થી વધુ ટાપેન્ટાડોલ દવાઓ મોકલવામાં આવી હોવાનો ખુલાસો થયો છે.
વિદ્યાર્થીઓ સુધી પણ નશાકારક દવાઓ પહોંચાડવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે, જેમાં દવાઓને કોલ્ડ્રિંક્સ અને ફ્રૂટ જ્યુસમાં ભેળવી નશો કરવામાં આવતો હોવાનો ખુલાસો થયો છે. પોલીસે આરોપી પાસેથી 200થી વધુ દવાના પેકેટ્સ અને ત્રણ લેપટોપ જપ્ત કર્યા છે. હાલ ડ્રગ્સ વિભાગની મદદથી જપ્ત દવાઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેમાં નાર્કોટિક્સના અંશ મળી આવશે તો આરોપી સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
