News of Thursday, 27th August 2026
અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસે રૂ.1 કરોડ 17 લાખની કિંમતના 234.01 ગ્રામ કોકેઈનના જથ્થા સાથે આરોપીની ધરપકડ
આરોપી રાજસ્થાનથી અમદાવાદ કોકેઈનનો જથ્થો લઈને આવ્યો હતો અને આ કામના બદલામાં તેને રૂ.20 હજારનું કમિશન મળવાનું હતું.

અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસે રૂ.1 કરોડ 17 લાખની કિંમતના 234.01 ગ્રામ કોકેઈનના જથ્થા સાથે રાજસ્થાનના જાલોર જિલ્લાના રહેવાસી આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રાજસ્થાનથી અમદાવાદ કોકેઈનનો જથ્થો લઈને આવ્યો હતો અને આ કામના બદલામાં તેને રૂ.20 હજારનું કમિશન મળવાનું હતું. આરોપી અગાઉ નેપાળ પણ ગયો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આ મામલે અમદાવાદથી કોકેઈનનો જથ્થો મંગાવનાર રવિકુમાર અને ઉદયપુરથી કોકેઈનનો જથ્થો આપનાર અજાણ્યો શખ્સ હાલ વોન્ટેડ છે. રવિકુમાર નમસ્તે સર્કલ પાસે આરોપી પાસેથી કોકેઈનનો જથ્થો લેવા આવવાનો હતો, તે પહેલાં જ પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો
(7:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
