News of Thursday, 27th August 2026
સુરત શહેર નાસીરનગર ડિમોલેશન મામલે, પીડિત લોકોના આવાસ ફાળવણીના ડ્રો સમયે સર્જાયો વિવાદ
જહાંગીરા બાદમાં સુમન વંદન અને સુમનવાણી બે જગ્યા બતાવવામાં આવી હતી. આ બંને જગ્યાના બદલે ભેસ્તાન અને અડાજણ વિસ્તારના આવાસમાં ફાળવણીના ડ્રો બાબતે વિવાદ થયો.

સુરત શહેર નાસીરનગર ડિમોલેશન મામલે, પીડિત લોકોના આવાસ ફાળવણીના ડ્રો સમયે વિવાદ સર્જાયો છે, હાઇકોર્ટમાં માંગ મુજબના આવાસ ન ફાળવતા વિરોધ દર્શાવાયો હતો. હાઇકોર્ટમાં એફીડેવીટ અને એકરાર નામું કરાયું છે તે બતાવાયેલ જગ્યા ફાળવવામાં આવી નથી તેવો અસરગ્રસ્તોના વકીલે આક્ષેપ કર્યો છે. જહાંગીરા બાદમાં સુમન વંદન અને સુમનવાણી બે જગ્યા બતાવવામાં આવી હતી. આ બંને જગ્યાના બદલે ભેસ્તાન અને અડાજણ વિસ્તારના આવાસમાં ફાળવણીના ડ્રો બાબતે વિવાદ થયો હતો ભેસ્તાન આવાસ અંગે ડ્રો અંગેની વાત કરાતા અસરગ્રસ્ત વકીલે વાંધો ઉઠાવ્યો હતો.કુલ 69 અસરગ્રસ્તો માંથી 28 અસરગ્રસ્ત પીડિતો આજે ડ્રો કરવામાં આવી રહ્યો છે ડ્રો શરૂ થાય તે પહેલા જ વકીલે વાંધો ઉઠાવ્યો હતો
(8:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
