<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

અમદાવાદના વસ્ત્રાપુરની IIMમાં અભ્યાસ કરતી યુવતી સાથે ડિલિવરી બૉયે કરી છેડતી

ઓનલાઈન જમવાનું મંગાવતા ડિલિવરી આપનાર યુવકે છેડતી કરી હોવાનો આક્ષેપ:વસ્ત્રાપુર પોલીસે વાડજના નિપમ ઠક્કર નામના 37 વર્ષીય યુવકની કરી ધરપકડ

અમદાવાદના વસ્ત્રાપુરની IIMમાં અભ્યાસ કરતી યુવતી સાથે છેડતીનો બનાવ બન્યો છે. MBA ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી યુવતી સાથે છેડતી થવા પામી છે. ઓનલાઈન જમવાનું મંગાવતા ડિલિવરી આપનાર યુવકે છેડતી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. ડિલિવરી બોયે વિદ્યાર્થીનીને એન્જલ કહીને છેડતી કરી હતી. જમવાનું પાર્સલ આપતા સમયે શારીરિક છેડછાડ જરી હતી . યુવતીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી  વસ્ત્રાપુર પોલીસે વાડજના નિપમ ઠક્કર નામના 37 વર્ષીય યુવકની ધરપકડ  કરી હતી આરોપી નિપમ ઠક્કર ડિલિવરી બોય કામ કરે છે. વસ્ત્રાપુર પોલીસે વધુ તપાસ શરૂ કરી છે .

(9:18 PM IST)