<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનો શુભેચ્છા સંદેશ

બહેન જ્યારે ભાઈની રક્ષા માટે રક્ષા સૂત્ર બાંધે છે ત્યારે તેની સામે ભાઈની પણ એટલી જ મહત્વપૂર્ણ જવાબદારી છે કે તે જીવનના દરેક તબક્કે પોતાની બહેનના સન્માન, સુરક્ષા, સુખ અને સ્વાભિમાનનું રક્ષણ કરે.

ગાંધીનગર : ભારતીય જનતા પાર્ટી, ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ ભાઈ-બહેનના અતૂટ બંધનના પવિત્ર પર્વ રક્ષાબંધન નિમિત્તે સૌ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું છે કે, રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ-બહેનના પ્રેમ, સ્નેહ અને પરસ્પર વિશ્વાસનું પ્રતીક છે. વિશ્વભરમાં વસતા ભારતીયો આનંદ અને ઉત્સાહ સાથે આ પાવન પર્વની ઉજવણી કરે છે. આ અવસરે બહેન પોતાના ભાઈના કાંડે રક્ષા સૂત્ર બાંધીને તેના સુખ, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટેની લાગણી વ્યક્ત કરે છે. આ રક્ષા સૂત્ર માત્ર એક દોરો નથી, પરંતુ ભાઈ-બહેન વચ્ચેના અતૂટ પ્રેમ અને એકબીજા પ્રત્યેનીજવાબદારીનું પવિત્ર પ્રતીક છે.

તેમણે જણાવ્યું છે કે, બહેન જ્યારે ભાઈની રક્ષા માટે રક્ષા સૂત્ર બાંધે છે ત્યારે તેની સામે ભાઈની પણ એટલી જ મહત્વપૂર્ણ જવાબદારી છે કે તે જીવનના દરેક તબક્કે પોતાની બહેનના સન્માન, સુરક્ષા, સુખ અને સ્વાભિમાનનું રક્ષણ કરે. આ પવિત્ર દિવસ ભાઈ-બહેન માટે જીવનભર એકબીજાની પડખે ઊભા રહેવાનો, મુશ્કેલ સમયમાં સાથ આપવાનો અને એકબીજાની ખુશીઓમાં સહભાગી બનવાનો સંકલ્પ કરવાનો દિવસ છે.
 વિશ્વકર્માએ વધુમાં જણાવ્યું છે કે, ભારતીય સંસ્કૃતિમાં નારી શક્તિને સન્માન અને ગૌરવનું સ્થાન આપવામાં આવ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ દેશની ભાજપા સરકારે મહિલાઓના સશક્તિકરણને રાષ્ટ્રના વિકાસના કેન્દ્રમાં રાખીને અનેક મહત્વપૂર્ણ પહેલો કરી છે. દેશની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનું કાર્ય સતત થઈ રહ્યું છે. મહિલાઓની સુરક્ષા, સન્માન, આર્થિક આત્મનિર્ભરતા અને નિર્ણય પ્રક્રિયામાં તેમની ભાગીદારી વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સરકારની કટિબદ્ધતા સ્પષ્ટ છે. આ જ દિશા અને અભિગમ સાથે મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત પણ સતત આગળ વધી રહ્યું છે

(10:28 PM IST)