<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 27th August 2026

રાજપીપળા દરબાર રોડ પર વારંવાર પાણીની મોકાણથી લોકો ત્રાહિમામ

દરબાર રોડ લાઇબ્રેરીના બોરમાં નાખેલી મોટર માં તકલીફ આવતા સવારે પાણીની કટોકટી

( ભરત શાહ દ્વારા )નર્મદા :રાજપીપળા નગરપાલિકાના ખાડે ગયેલા વહીવટથી લોકો કંટાળી ચૂક્યા છે, જેમાં ખાસ કરીને પાણીની સમસ્યા વધુ ખરાબ છે
મળતી વિગતો અનુસાર રાજપીપળા દરબાર રોડ સ્થિત પાલિકા પુસ્તકાલય માં આવેલા બોરની તાજેતરમાં જ મરામત કરાઈ અને ત્યાં નવી મોટર નાંખી હતી, જોકે મોટર નાખ્યા બાદ પણ સાંજે આવતું પાણી ઓછા ફોર્સ માં આવતા સ્થાનિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળતું ન હતું તેવામાં આજે સવારે પાણી તદ્દન ઓછું આવતા તપાસ કરી તો જાણવા મળ્યું કે નવી નાખેલી મોટરમાં કોઈ તકલીફ આવતા પાણી ઓછું આવ્યું હતું.
તાજેતરમાં જ નાખેલી નવી મોટર માં તકલીફ કેવી રીતે આવી એ બાબત તપાસ નો વિષય છે પરંતુ સ્થાનિકોને વારંવાર પાણીની તકલીફ પડે એ બાબતથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે.
હાલમાં.મુકાયેલા મહિલા ચીફ ઓફિસર કાયદાના રખેવાળ છે અને કડક કાર્યવાહી કરી રહ્યા છે ત્યારે પાણી જેવી જરૂરી બાબતે પાલિકા તંત્ર યોગ્ય પગલા લે અને લોકો ને પાણીની પડતી તકલીફ માંથી મુક્તિ અપાવે તેવી લોકો આશા સેવી રહ્યા છે.

(11:24 PM IST)