તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 27th August 2026
અમદાવાદના કૃષ્ણનગરમાં પેરોલ પર છૂટેલા આરોપીએ સાગરીત સાથે મળી યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરી
ઠક્કરનગર ખાતે દિલિપ ઉર્ફે બકરો સોનકર નામના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા:પેરોલ પર બહાર આવેલા ભરત ચુનારા અને રોહિત ચુનારા સામે તપાસ શરૂ

અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા કૃષ્ણનગર પોલીસ સ્ટેશનની હદમાં હત્યાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. કૃષ્ણનગર વિસ્તારમાં આવેલી ઠક્કરનગર વિરાટનગર રોડ પર વસંતનગરના છાપરા નજીક અંગત અદાવતમાં એક યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિર્મમ હત્યા કરી દેવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી મુજબ, મૃતક યુવકની ઓળખ દિલિપ ઉર્ફે બકરો સોનકર તરીકે થઈ છે. આરોપીઓએ જૂની અદાવત કે ત્વરિત ઉશ્કેરાટમાં દિલિપ પર તીક્ષ્ણ છરી વડે હુમલો કર્યો હતો. છરીના આડેધડ ઘા વાગવાના કારણે દિલિપ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો અને ઘટનાસ્થળે જ તેનું પ્રાણપંખેરૂં ઊડી ગયું હતું. બનાવને પગલે આસપાસના વિસ્તારમાં લોકોના ટોળાં એકઠા થઈ ગયા હતા.
આ ચકચારી હત્યા કેસમાં પ્રાથમિક તપાસ દરમિયાન બે હુમલાખોરોના નામ ખુલીને સામે આવ્યા છે. ભરત ચુનારા અને રોહિત ચુનારા નામના બે શખ્સોએ ભેગા મળીને દિલિપ સોનકરની હત્યા નીપજાવી હોવાનું બહાર આવ્યું છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો એ થયો છે કે મુખ્ય આરોપી ભરત ચુનારા અગાઉના કોઈ ગુનામાં જેલમાં બંધ હતો અને હાલમાં જ પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો, જે દરમિયાન તેણે આ ગંભીર ગુનાને અંજામ આપ્યો છે.
(11:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
