<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

દુષ્‍કાળ મુદ્દે ‘આમ આદમી પાર્ટી'નું મોટું આંદોલનઃ ઇસુદાન ગઢવીના કાલથી ખંભાળિયામાં અનિશ્ચિતકાળના ધરણા

સરકાર દુષ્‍કાળ જાહેર કરે, સૌની યોજનાનું પાણી છોડે અને વીજબિલ માફ કરે તેવી માંગ : સૌરાષ્‍ટ્ર-ઉત્તર ગુજરાતમાં ૯૦% પાક સુકાયો : ખેડૂતોની હાલત કફોડી છતાં ભાજપ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં: ‘આપ' નેતાઓનો આક્ષેપ : ખેડૂતોનો અવાજ બનવા પ્રદેશ પ્રમુખ આપશે ધરણા : તમામ ખેડૂતોને જોડાવા આહ્વાન

(કૌશલ સવજાણી દ્વારા)ખંભાળિયા તા.૨૮: ગુજરાતમાં વરસાદ ખેંચાતા સર્જાયેલી દુષ્‍કાળ જેવી પરિસ્‍થિતિને લઈને આમ આદમી પાર્ટી હવે મેદાને આવી છે. AAPના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે તેઓ આગામી ૨૯ ઓગસ્‍ટથી દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયા ખાતે અનિશ્ચિતકાળ સુધી ધરણા પર બેસશે.

પ્રેસનોટમાં ઇસુદાન ગઢવીએ જણાવ્‍યું હતું કે, ૅસૌરાષ્‍ટ્રમાં ખાસ કરીને દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, અમરેલી, જૂનાગઢ અને ઉત્તર ગુજરાતમાં બિલકુલ વરસાદ નથી. નિયમ મુજબ પણ સરકારે આ વિસ્‍તારોને દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવા જોઈએ, પણ સરકાર કોઈનું સાંભળતી નથી.ૅ

AAPની મુખ્‍ય ૪ માંગણીઓ અસરગ્રસ્‍ત વિસ્‍તારોને તાત્‍કાલિક દુષ્‍કાળગ્રસ્‍ત જાહેર કરવામાં આવે, જ્‍યાં જરૂર છે ત્‍યાં સૌની યોજનાનું પાણી સિંચાઈ માટે છોડવામાં આવે,પશુપાલકો માટે વિનામૂલ્‍યે ઘાસચારાની વ્‍યવસ્‍થા કરવામાં આવે,અસરગ્રસ્‍ત વિસ્‍તારોના ખેડૂતોનું વીજબિલ માફ કરવામાં આવે અને હેક્‍ટર દીઠ ૫૦ હજારનું વળતર આપવામાં આવે.

ઇસુદાન ગઢવીએ કહ્યું, ૅખેડૂતો મારા પ્રાણ સમાન છે. હાલ ૨૫ ટકા જ પાક બચ્‍યો છે, ૭૫્રુ પાક ફેલ ગયો છે. સૌની યોજનાનું પાણી નથી છોડાતું, ઘાસચારાની સમસ્‍યા છે. હું ખેડૂતો, મજૂરો, ગરીબો, વંચિતોનું જીવનધોરણ ઊંચું લાવવા રાજનીતિમાં આવ્‍યો છું. હું તમામ ખેડૂતોને અપીલ કરું છું કે જ્ઞાતિ, જાતિ, ધર્મ ભૂલીને ખેડૂતોના હક માટે સાથે આવો.ૅ

આ તકે AAPના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ જણાવ્‍યું હતું કે, ૅસમગ્ર ગુજરાતમાં શરૂઆતનો વરસાદ પડ્‍યા પછી વરસાદ ખેંચાયો છે, આ વર્ષ લગભગ દુષ્‍કાળગ્રસ્‍ત છે. ખેડૂતોને અપીલ છે કે એકજૂટ થઈને અવાજ ઉઠાવીએ તો સરકારે વાત માનવી પડશે.ૅ

AAPના ગુજરાત સહ-પ્રભારી દુર્ગેશ પાઠકે જણાવ્‍યું, ૅવરસાદ ન પડવાથી ૯૦ ટકા જેટલો પાક સુકાયો, પણ ભાજપ સરકાર ખામોશ છે. ખેડૂતોનો અવાજ બનનાર ઇસુદાન ગઢવી ભાજપનું ઘમંડ તોડવા ખંભાળિયામાં ધરણા પર બેસશે.ૅ

પ્રદેશ સહ-પ્રભારી વિનય મિશ્રાએ કહ્યું કે ભાજપ સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે, જ્‍યારે ગુલાબસિંહ યાદવે માંગ કરી કે ખેડૂતોને હેક્‍ટર દીઠ ઓછામાં ઓછું ૫૦ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવે.

AAPએ સમગ્ર ગુજરાતના ખેડૂતોને ૨૯મીથી ખંભાળિયા પહોંચી ધરણામાં જોડાવા અને સોશિયલ મીડિયા પર અવાજ ઉઠાવવા અપીલ કરી છે.

(1:45 PM IST)