News of Friday, 28th August 2026
‘‘તું મેં એક રક્ત''ના ભાવ સાથે પોલીસ જવાનો તથા કોર્પોરેશનના કર્મચારીઓને રક્ષા બાંધવામાં આવી

અમદાવાદઃ રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાત દ્વારા જનજાતિ સમાજની તોહ, આત્મીયતા, સમરસતા અને રાષ્ટ્રભાવનાને સમગ્ર સમાજ સાથે જોડવાના હેતુથી વિશેષ રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો. જનજાતિ કલ્યાણ આશ્રમ ગુજરાતના કાર્યકર્તાઓ દ્વારા એટીએસ કચેરી ખાતે સુપરીટેન્ડેન્ટ, અધિકારીઓ, ચેતક કમાન્ડો અને જવાનોને રાખડી બાંધી સમાજની સુરક્ષા અને શાંતિ માટે તેઓ દ્વારા કરવામાં આવતી નિષ્ઠાપૂર્વકની સેવા પ્રત્યે કળતજ્ઞતા વ્યક્ત કરવામાં આવી. તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રી, મેયરશ્રી તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓને પણ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હોવાનું ડો. ભરત પ્રજાપતિ (મહામંત્રી - કર્ણાવતી મહાનગર) ધવલ ભાભોર -૭૪૯૦૯૭૦૫૭૦ પ્રચાર પ્રમુખ - ગુજરાત પ્રાંતએ જણાવ્યું હતું. (તસ્વીરઃ કેતન ખત્રી-અમદાવાદ)
(2:30 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
