તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
સુરતના પુણાના ઉમરવાડા વિસ્તારમાંથી ચાર બોગસ ડોકટર ઝડપાયા
પોલીસે દરોડા દરમિયાન 4.90 લાખની કિંમતનો એલોપેથી દવાનો જથ્થો અને મેડિકલ સામાન જપ્ત કર્યો.

સુરત :શહેરના પુણા ઉમરવાડા વિસ્તારમાંથી ઝોન-1 એલ.સી.બી. અને પુણા પોલીસે ડિગ્રી વગરના 4 બોગસ ડોક્ટરોને પકડી પાડ્યા છે. આ આરોપીઓ કોઈ પણ તબીબી ડિગ્રી વગર માત્ર 10 પાસ, 11 પાસ અને 12 પાસની લાયકાત ધરાવતા હતા. આરોપીઓ લાઈસન્સ કે આધાર વગર છેલ્લા 8, 10 અને 26 વર્ષથી ગેરકાયદેસર રીતે એલોપેથી તબીબી પ્રેક્ટિસ કરતા હતા. પોલીસે દરોડા દરમિયાન 4.90 લાખની કિંમતનો એલોપેથી દવાનો જથ્થો અને મેડિકલ સામાન જપ્ત કર્યો હતો પકડાયેલ ડૉક્ટરમાં ભિંગુ પાલ, તેજબહાદુર મીર્જારામભાઈ નિશાદ, પ્રશાંતભાઈ પ્રોમથનભાઈ માલાકર, સુબલ સુનિલ ગાચ્છીનો સમાવેશ થાય છે. આ ગેરકાયદેસર ક્લિનિકો પુણા ઉમરવાડાના રાજીવનગર અને આશાનગર અને ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ચાલતા હતા.
(7:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
