<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

DIAL 112 જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત 3,000 નવી જગ્યાઓ મંજૂર કરાયા બાદ નવી ફાળવણી જાહેર : અલગ સ્ટાફનું માળખું ઊભું કરાશે. : જુઓ સંપૂર્ણ માહિતી

પોલીસ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઓપરેટર્સ.સહિતની જગ્યાઓ ભરાશે

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27ના બજેટમાં DIAL 112 જનરક્ષક પ્રોજેક્ટ અંતર્ગત 3,000 નવી જગ્યાઓ મંજૂર કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો હેતુ રાજ્યમાં ઇમરજન્સી સેવાઓનો પ્રતિસાદ સમય ઘટાડીને નાગરિકોની સુરક્ષા વધુ મજબૂત કરવાનો છે

  • નવું મહેકમ: 112 જનરક્ષક વાહનો અને તેના અત્યાધુનિક કંટ્રોલ રૂમ માટે પોલીસ વિભાગ હેઠળ તદ્દન અલગ સ્ટાફનું માળખું ઊભું કરાશે.
  • કુલ મંજૂર જગ્યાઓ: 3,000 જગ્યાઓ.
  • સમાવિષ્ટ હોદ્દાઓ: પોલીસ કોન્સ્ટેબલ, આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI) અને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ઓપરેટર્સ.
  • પ્રોજેક્ટનો વિસ્તાર: તાજેતરમાં જ ગૃહ રાજ્યમંત્રી દ્વારા વધુ 500 નવા અત્યાધુનિક વાહનો લોન્ચ કરી રાજ્યમાં કુલ વાહનોની સંખ્યા 1,000 સુધી કરવામાં આવી છે, જેથી આ નવી જગ્યાઓ પર તૈનાત કર્મચારીઓ સમગ્ર રાજ્યમાં 24x7 કાર્યરત રહેશે

(11:45 PM IST)