News of Friday, 28th August 2026
તિલકવાડાના સુરવા ગામે જુગાર રમતા નબીરાઓને પોલીસે રૂપિયા ૨૯,૨૨૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા
જુગાર પર પોલીસે છાપો મારી જુગારના મુદામાલ સાથે ચાર નબીરાઓને ઝડપી લીધા જયારે એક શખ્શ નાસી ગયો

( ભરત શાહ દ્વારા )નર્મદા: નર્મદા જિલ્લના તિલકવાડા તાલુકા સુરવા ગામમાં જુગાર પર પોલીસે છાપો મારી જુગારના મુદામાલ સાથે ચાર નબીરાઓને ઝડપી લીધા હતા જ્યારે એક નાશી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે.
સુરવા ગામમાં (૧) ગોપાલભાઈ મનોરભાઈ બારીયા( રહે.રેંગણ, ગોલસા ફળીયુ તા.તિલકવાડા જી.નર્મદા) ( ૨) વિપીનભાઇ ચીમનભાઇ બારીયા (રહે.સુરવા. નિશાળ ફળીયુ તા.તિલકવાડા જી.નર્મદા) (૩) મુકેશભાઇ કનુભાઇ તડવી (રહે.સુરવા નિશાળ ફળીયુ તા.તિલકવાડા જી.નર્મદા) (૪) હિરેનકુમાર રાજુભાઇ સીમ્પી( રહે.કેવડીયા બજાર ફળીયુ તા.ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓ પોતાના આર્થીક ફાયદા સારૂ પત્તા પાનાનો હારજીતનો જુગાર રમી રમાડતા આરોપીના અંગ ઝડતી માંથી રોકડા રૂ રૂ.૧૨,૪૨૦/- તથા દાવ ઉપરના રૂ.૨.૮૦૦/- મળી કુલ જુગારના રોકડા રૂ.૧૫,૨૨૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ. ૧૪,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨૯,૨૨૦/- ના મુદ્દામાલ સાથે પકડાઇ જઇ તેમજ (૫) ઉમેશભાઇ રમણભાઇ બારીયા( રહે.સુરવા તા.તિલકવાડા જી.નર્મદા ) નાઓ નાશી જઈ ગુનો કરતા તિલકવાડા પોલીસે કુલ પાંચ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
