તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 28th August 2026
વનસ્પતિજન્ય માદક પદાર્થ સુકા ગાંજો તથા લીલા ગાંજાના છોડ સાથે એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.નર્મદા
રહેણાંક ઘરમાંથી વેચાણ કરવા માટે રાખેલ ગેરકાયદેસર માદક પદાર્થ સુકો ગાંજો ૭૦૪ ગ્રામ અને વાડામાં વાવતેર કરેલ લીલા ગાંજાના છોડ નંગ-૪ જપ્ત

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પી.આર.પટેલ નાઓ દ્વારા જીલ્લામાં ગેરકાયદેસર ચાલતી માદક પદાર્થોની હેરાફેરી/વેચાણની પ્રવૃતિ ઓને સંપૂર્ણ રીતે નેસ્ત નાબુદ કરવા પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના ના આધારે પોલીસ ઇન્સ્પેકટર કે.એ.વાળા એસ.ઓ.જી શાખા નર્મદા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર સી.ડી.પટેલ તથા એસ.ઓ.જી શાખાનાં માણસો દ્વારા મળેલ બાતમી ના આધારે મુકેશભાઇબાલુભાઇ વસાવા રહે.કુમસગામ ખડકી ફળિયુ, તા.નાંદોદ જી.નર્મદા પોતાના કબજાના રહેણાંક ઘરમાંથી વેચાણ કરવા માટે રાખેલ ગેરકાયદેસર માદક પદાર્થ સુકો ગાંજો ૭૦૪ ગ્રામ કિ.રૂ.૩૫,૨૦૦/- તથા વાડામાં વાવતેર કરેલ લીલા ગાંજાના છોડ નંગ-૪ નું વજન ૧ કિલો ૬૦૯ ગ્રામ તથા એક મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૧,૨૫,૬૫૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આમલેથા પોલીસ સ્ટેશન ખાતે એન.ડી.પી.એસ. એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવીકાયદેસર કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીનું નામ :- (1) મુકેશભાઇ બાલુભાઇ વસાવા રહે.કુમસગામ ખડકી ફળિયુ, તા.નાંદોદ જી.નર્મદા
વોન્ટેડ આરોપીનું નામ :- (1) કાળ જેના પુરાનામની ખબર નથી
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
