News of Friday, 28th August 2026
નાંદોદ તાલુકાના પાંચ ગામોમાં મોબાઈલ કનેકટીવિટી ઉપલબ્ધ કરાવવા કલેકટરને આવેદન બાદ પણ કોઇજ કાર્યવાહી નહીં
ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખને પણ રજૂઆત કરી છતાં હજુ કનેક્ટિવિટી મળતી નથી:રજૂઆતને બે વર્ષ થવા છતાં તંત્ર દ્વારા કોઇજ પગલાં નહીં લેવાતા હજુ કનેક્ટિવિટી માટે ગ્રામજનોના ફાંફા

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના કુલ પાંચ ગામોના ગ્રામજનો એ કનેક્ટિવિટી માટે કલેક્ટર ને આવેદન આપ્યું જેમાં (૧) પ્રતાપપરા (૨) રામપરા (૩) વીરસીંગપુરા (૪) અમરપરા (૫) મલાવ સહીતના ગામોમાં મોબાઈલ નેટવેક ન આવવાને કારણે શિક્ષણ, આરોગ્ય, મનીટ્રાન્સફર, સરકારની યોજનાઓ તેમજ ઓનલાઇન ધંધા રોજગાર જેવી મહત્વના તેમજ જરૂરી કાર્યો પુરતા નેટર્વકના અભાવે થઈ શકતા નથી. તેમજ આજના આધુનિક ફાઇવ જી યુગમાં પણ અમોને ૧૦૮ ઇમરજન્સી કોલ કરવામાં પણ નેટર્વકના અભાવે ખુબ જ તકલીફ પડે છે. જેથી પ્રાઇવેટ વાહન ભાડે કરીને જવાનો વારો આવે છે. જેમાં કારણે ઇમરજન્સીમાં જીવ ગુમાવવાનો વારો પણ આવે છે. તેમજ આ વિસ્તાર આદીવાસી વિસ્તાર હોવાથી લોકો આર્થિક રીતે પણ સધ્ધર નથી. આજનો જમાનો ટેકનોલોજીનો જમાનો છે આજે અમારા બાળકો ઓનલાઇન શિક્ષણ પણ મેળવી શકતા નથી. જેથી અમે લોકો તથા અમારા બાળકો જે બીજા બાળકો તથા બહારની દુનીયાથી મોબાઇલ કનેકટીવીટી ન હોવાના લીધે અમે લોકો વીસમી સદીમાં જીવતા હોવ તેવુ લાગી રહ્યુ છે. આજે દેશ અને દુનીયાની કોઈપણ માહિતી મોબાઇલ પર ખુબ જ ઝડપથી જાણવા મળે છે. આજના જમાનામાં મોબાઇલ બધી જ બાબતોથી લોકોને અવગત કરે છે. આજે આપણા દેશમાં ડીજીટલ ઇન્ડીયાની વાતો થાય છે પરંતુ અમે તો આજે પણ ટેકનોલોજીની બાબતમાં મોબાઇલ કનેક્ટીવીટી ન હોવાના કારણે ખુબ જ પછાત રહી ગયેલ છે. જેથી આ પાંચ ગામ વચ્ચે એક મોબાઇલ ટાવર ઉપલબ્ધ કરાવવા ઘટતી કાર્યવાહી કરવા તમામ પાંચ ગામના લોકોએ જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરી હતી. જોકે આ રજૂઆત 2024 માં કરવામાં આવી જેને લગભગ બે વર્ષ થવા છતાં હજુ કોઇજ કાર્યવાહી થઈ નથી.
(11:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
