<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 28th August 2026

રક્ષાબંધનના પાવન પર્વે 181 મહિલા હેલ્પલાઇનની રાજપીપળા નર્મદા ટીમની અનોખી ઉજવણી

ટીમના સભ્યો વચ્ચે સ્નેહ, ભાઈચારો અને ટીમ ભાવનાનો સુંદર માહોલ જોવા મળ્યો

( ભરત શાહ દ્વારા ) નર્મદા :રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે 181 મહિલા હેલ્પલાઇનની રાજપીપળા ટીમ દ્વારા ફરજ દરમિયાન સાદગીપૂર્ણ રીતે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી.

  આ પ્રસંગે ટીમના સભ્યોએ સાથે મળીને રક્ષાબંધનની ઉજવણી કરી હતી. આ દરમિયાન ટીમના સભ્યો વચ્ચે સ્નેહ, ભાઈચારો અને ટીમ ભાવનાનો સુંદર માહોલ જોવા મળ્યો હતો.
રક્ષાબંધનના દિવસે પણ 181 મહિલા હેલ્પલાઇન ટીમ પોતાની ફરજ પર રહી મહિલાઓને જરૂરી મદદ અને સુરક્ષા પૂરી પાડવા માટે સતત કાર્યરત રહી હતી. તહેવારની ખુશીઓ સાથે સેવા અને ફરજ પ્રત્યેની જવાબદારીને મહત્વ આપીને ટીમે સમાજને સુંદર સંદેશ આપ્યો હતો.

(11:52 PM IST)