<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં કંપનીમાં અચાનક આગ ભભૂકી : ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે

કિસમિસ પ્રોડક્ટ્સ નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી :શાહપુર, ચાંદખેડા અને નિકોલ સહિતના વિસ્તારોમાંથી ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી

અમદાવાદના નરોડા GIDC વિસ્તારમાં આગની એક મોટી ઘટના સામે આવી છે. અહીં આવેલી કિસમિસ પ્રોડક્ટ્સ નામની કંપનીમાં અચાનક આગ ફાટી નીકળતા આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ છે. આગની વિકરાળ સ્થિતિને જોતા તુરંત જ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શાહપુર, ચાંદખેડા અને નિકોલ સહિતના વિવિધ વિસ્તારોમાંથી ફાયર વિભાગની 7 જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી છે. હાલ ફાયર જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો ચાલુ છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનીના મોટા સમાચાર સામે આવ્યા નથી, પરંતુ આગને કારણે ભારે નુકસાન થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

(12:56 PM IST)