તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ફરી વાર દિલ્લીના પ્રવાસે જશે :વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનને લઈને મહત્વપૂર્ણ બેઠકો યોજશે.
દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને સંભવિત રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકો કરશે. આ બેઠકોમાં તેઓ ગુજરાતમાં રહેલી ઔદ્યોગિક ક્ષમતાઓ અને રોકાણ માટેની સાનુકૂળ તકો વિશે વિસ્તૃત ચર્ચા કરશે.

ગાંધીનગર :મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી દિવસોમાં ફરી એકવાર દિલ્લીના પ્રવાસે જવાના છે, જ્યાં તેઓ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના આયોજનને લઈને કેટલીક મહત્વપૂર્ણ બેઠકો યોજશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આગામી 31 ઓગસ્ટના રોજ દિલ્હીની મુલાકાતે જશે.
તાજેતરમાં જ અમેરિકા અને કેનેડાના સફળ વિદેશ પ્રવાસ પરથી પરત ફર્યા બાદ, મુખ્યમંત્રીનો આ પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. આ ટૂંકા ગાળાના પ્રવાસ દરમિયાન તેઓ રાષ્ટ્રીય સ્તરના નેતાઓ અને અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે મુલાકાત કરી શકે છે.
આ પ્રવાસનો મુખ્ય હેતુ આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત દેશ-વિદેશના રોકાણકારોને ગુજરાત તરફ આકર્ષિત કરવાનો છે. દિલ્હી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને સંભવિત રોકાણકારો સાથે વન-ટુ-વન બેઠકો કરશે. આ બેઠકોમાં તેઓ ગુજરાતમાં રહેલી ઔદ્યોગિક ક્ષમતાઓ અને રોકાણ માટેની સાનુકૂળ તકો વિશે વિસ્તૃત ચર્ચા કરશે.
આ ઉપરાંત, મુખ્યમંત્રી દિલ્હીમાં યોજાનારા વાયબ્રન્ટ ગુજરાત સમિટના ખાસ 'કર્ટેન રેઝર' કાર્યક્રમમાં પણ વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમ દ્વારા આગામી સમિટની રૂપરેખા જાહેર કરવામાં આવશે. ભૂપેન્દ્રભાઈ પટેલનો આ દિલ્હી પ્રવાસ ગુજરાતમાં મોટા પાયે નવું મૂડીરોકાણ લાવવા અને રાજ્યના આર્થિક વિકાસને નવી ગતિ આપવા માટે અત્યંત મહત્વનો સાબિત થશે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
