News of Saturday, 29th August 2026
વડોદરા શહેરમાં 10 કરોડ રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલા LED બોર્ડ્સ હવે કોર્પોરેશન માટે કમાણી કરતાં ખોટનો સોદો
બે વર્ષમાં 36 LED બોર્ડથી માત્ર 44 લાખ રૂપિયાની આવક થઈ તેની સામે વીજ બિલ પાછળ જ કોર્પોરેશનને 1 કરોડ 25 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા

વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત 36 LED બોર્ડ લગાવવામાં આવ્યા છે. વર્ષ 2024માં અંદાજે 10 કરોડ રૂપિયાના ખર્ચે લગાવવામાં આવેલા LED બોર્ડ્સ હવે કોર્પોરેશન માટે કમાણી કરતાં ખોટનો સોદો વધુ સાબિત થઈ રહ્યા છે. બે વર્ષમાં 36 LED બોર્ડથી માત્ર 44 લાખ રૂપિયાની આવક થઈ છે. જ્યારે તેની સામે વીજ બિલ પાછળ જ કોર્પોરેશનને 1 કરોડ 25 લાખ રૂપિયા ચૂકવવા પડ્યા છે. એટલે જેટલી આવક કોર્પોરેશનને થઈ નથી, તેના કરતાં અનેક ગણો ખર્ચ માત્ર વીજળી પાછળ કરવો પડી રહ્યો છે.
LED બોર્ડ શરૂ થાય તે પહેલાં VMC દ્વારા શહેરને હોર્ડિંગ ફ્રી બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી અને શહેરમાં હોર્ડિંગ્સ લગાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.. જેના કારણે પરંપરાગત હોર્ડિંગ્સ પરથી થતી આવક પણ કોર્પોરેશને ગુમાવવી પડી છે. ડિજિટલ જાહેરાતથી આવક ઉભી કરવાની યોજના હતી, પરંતુ LEDથી અપેક્ષિત આવક ન થતાં હવે પાલિકાના આયોજન સામે સવાલો ઉઠી રહ્યા છે.
(7:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
