<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

બનાસકાંઠામાં પિતાની હત્યા કરનાર આરોપી પુત્રને પોલીસે પોશીના દોતડ ગામેથી ઝડપી પાડ્યો

આરોપીની ધરપકડ બાદ પોલીસે હત્યા પાછળનું કારણ જાણવા તેમજ સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી

બનાસકાંઠામાં પિતાની હત્યા કરનાર પુત્રને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી પુત્રને પોલીસે પોશીના દોતડ ગામેથી ઝડપી પાડ્યો હતો. મળતી માહિતી મુજબ, પિતા દેવાભાઈની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. ઘટનાને પગલે પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ટીમે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ધરપકડ બાદ પોલીસે હત્યા પાછળનું કારણ જાણવા તેમજ સમગ્ર ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

(7:19 PM IST)