તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
વાવ-થરાદના મોરીખા ગામના યુવકના મોતના મામલે 84 દિવસ બાદ મોટો વળાંક :મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલાયો : પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મોતનું સાચું કારણ સામે આવે તેવી શક્યતા

વાવ-થરાદના મોરીખા ગામના યુવકના શંકાસ્પદ મોતના મામલે 84 દિવસ બાદ મોટો વળાંક આવ્યો છે. યુવકના મોત બાદ દફનાવવામાં આવેલા મૃતદેહને કબરમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ મોકલવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ યુવકના મોતનું સાચું કારણ સામે આવે તેવી શક્યતા છે. પરિવારજનોએ પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા થઈ હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. અગાઉ યુવકના મોત મામલે છ લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હતો. હવે પરિવારજનો આરોપીઓ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધવાની માગ કરી રહ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટથી યુવકના મોતનું રહસ્ય ઉકેલાય તેવી આશા છે.
(7:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
