તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
નવસારી જિલ્લામાં મહિલા બુટલેગરનો દારૂ લઈ જતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
મરોલી-ઉભરાટ રોડ પર મોપેડ પર દારૂ લઈ જતી મહિલાને કેટલાક યુવકોએ રોકી તપાસ કરતાં તેની પાસેથી દારૂ મળી આવ્યો હોવાનો ખુલાસો થયો

નવસારી જિલ્લામાં મહિલા બુટલેગરનો દારૂ લઈ જતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં દારૂબંધીની કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. મરોલી-ઉભરાટ રોડ પર મોપેડ પર દારૂ લઈ જતી મહિલાને કેટલાક યુવકોએ રોકી તપાસ કરતાં તેની પાસેથી દારૂ મળી આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. ગામમાં ખુલ્લેઆમ દારૂ મળતો હોવાની શંકાને પગલે યુવકોએ મહિલાને રોકી હતી. વીડિયો વાયરલ થતાં મરોલી પોલીસ હરકતમાં આવી અને મહિલા વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધી તેની ધરપકડ માટે તપાસ શરૂ કરી છે. ભાવનગર લઠ્ઠાકાંડ બાદ રાજ્યમાં ફરી એકવાર દારૂના મુદ્દે ચર્ચા તેજ બની છે.
(7:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
