<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

મહિસાગરના લુણાવાડાના સોનેલા ગામ નજીક કેનાલમાંથી GRD જવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

રક્ષાબંધનનો તહેવાર મનાવી પરત ફરતા જવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થયું : પરિવારજનોએ જવાનના મોત અંગે સઘન તપાસ કરી હકીકત બહાર લાવવાની માગ કરી

મહિસાગર જિલ્લાના લુણાવાડાના સોનેલા ગામ નજીક કેનાલમાંથી GRD જવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી છે. રક્ષાબંધનનો તહેવાર મનાવી પરત ફરતા જવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. મૃતદેહ મળી આવતા મોત પાછળનું કારણ રહસ્ય ઘેરાયું છે. ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોએ જવાનના મોત અંગે સઘન તપાસ કરી હકીકત બહાર લાવવાની માગ કરી છે.

(8:34 PM IST)