<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 29th August 2026

નવસારીના ચીખલીમાં SMC નો સપાટો :રૂ.10.20 લાખથી વધુનો 120 પેટી અને 4,484 બોટલ વિદેશી દારૂ ઝડપાયો રૂ.30.40 લાખનો મુદ્દામાલ જપ્ત

મલીયાધારા ગામની સીમમાં અટગામથી ચીખલી તરફ આવતા રોડ પર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો: દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓની ધરપકડ

નવસારીના ચીખલીમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)એ દારૂની હેરાફેરીનો મોટો પર્દાફાશ કર્યો છે. ચીખલીના મલીયાધારા ગામની સીમમાં અટગામથી ચીખલી તરફ આવતા રોડ પર કારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. SMCએ રૂ.10.20 લાખથી વધુની કિંમતનો 120 પેટી અને 4,484 બોટલ વિદેશી દારૂ કબજે કર્યો છે. દારૂ સહિત કુલ રૂ.30.40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. દારૂની હેરાફેરી કરતા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દારૂ મંગાવનાર સહિત છ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. SMCએ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

(8:44 PM IST)