તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
વડોદરાના ગુતાલ ગામે થયેલી મહિલાની ચકચારી હત્યાનો ભેદ ઉકેલાયો : પ્રેમ સંબંધની તકરારમાં પ્રેમીએ જ મોતને ઘાટ ઉતારી હોવાનો ખુલાસો
પ્રેમીએ જ પ્રેમિકાની ઘાતકી હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી દીધી હતી: પોલીસે શંકાસ્પદ વિષ્ણુની અટકાયત કરી કડક પૂછપરછ કરતા તેણે સમગ્ર ગુનાની કબૂલાત કરી

વડોદરા ગ્રામ્ય પોલીસે વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારના ગુતાલ ગામે થયેલી મહિલાની ચકચારી હત્યા અને લાશ સળગાવવાના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પ્રેમ સંબંધમાં તકરાર થતાં પ્રેમીએ જ પ્રેમિકાની ઘાતકી હત્યા કરી પુરાવાનો નાશ કરવા લાશને સળગાવી દીધી હોવાનો ખુલાસો થયો છે.
ગત 25 ઓગસ્ટના રોજ વાઘોડિયાના ગુતાલ ગામની સીમમાં આવેલ ખેતરની ઓરડીમાંથી એક મહિલાની સળગેલી હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસ તપાસમાં સ્થળ પરથી મળેલા પર્સ અને આધાર કાર્ડના આધારે મૃતકની ઓળખ સાવલીના દેવનગરના રહેવાસી લક્ષ્મીબેન ગીરીશભાઈ રોહીત તરીકે થઈ હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફુટેજ તપાસતા મૃતક લક્ષ્મીબેન એક બાઇક પર સાવલીના પરસવા ગામના વિષ્ણુ રતીલાલ મડવાણા સાથે જતા નજરે પડ્યા હતા. પોલીસે શંકાસ્પદ વિષ્ણુની અટકાયત કરી કડક પૂછપરછ કરતા તેણે સમગ્ર ગુનાની કબૂલાત કરી હતી.
(8:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
