તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 29th August 2026
રાજપીપળા નગરમાં ફિલ્ટર પ્લાન્ટ નાખી નગરને શુદ્ધ પાણી પહોંચાડવાની વાતનું સુરસુરિયું
રાજપીપલા નગરમાં કલોરીનેશન ફિલ્ટર પ્લાન્ટથી નગરજનોને પાણી પહોંચશેની વાત આજે નવ વર્ષે પણ અધૂરી: રાજપીપલા પાલિકા દ્વારા 33 લાખના ખર્ચે નવ ફિલ્ટર પ્લાન્ટો નંખાયા પરંતુ લાઇનો અધૂરી રહેતા ફિલ્ટર પાણી ક્યાંયે પહોંચ્યું નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા :ઉનાળામાં રાજપીપળાની જનતા જે પાણીના પોકાર પાડતી હોય છે તે સમસ્યા દુર કરવા પ્રી પ્લાનીગ કરીને રાજપીપળા નગરપાલિકા દ્વારા પૂર્વ આયોજન કરી શુદ્ધ પાણી શહેરની જનતાને મળે એ માટે રાજપીપળાના વિવિધ વિસ્તારોમાં બોર બનાવ્યા સાથે 33 લાખના ખર્ચે નવ ફિલ્ટર પ્લાન્ટો પણ નાખવામાં આવ્યા હતા.પાણી શુદ્ધ થઇને ટાંકીમાં થઇ લોકોના ઘરોમાં જવાથી રાજપીપલામાં વધુ TDS ના પ્રમાણની સમસ્યા દૂર થાય તેવી વાત હતી.
રાજપીપલા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં પાણી માં ક્ષાર (TDS)નું પ્રમાણ વધુ જોવા મળે છે .જેથી સરકારે ગામેગામ શુદ્ધ પાણીની યોજનાઓ અમલમાં મૂકી, ત્યારે રાજપીપલા નગરપાલિકામાં પણ આજ સમસ્યા છે. બોર પર ફિલ્ટર પ્લાન્ટ લગાવવા માટેની યોજના રાજ્યસરકારમાં મોકલી અને રાજ્યસરકારની મંજૂરી મળતા શહેરમાં નવ જેટલા બોરો પર ફિલ્ટર પ્લાન્ટ લગાવાયા જેનું લોકાર્પણ થતા લોકો શુદ્ધ પાણી પિતા થઇ જશે એમ લાગ્યું, આ પ્લાન્ટમાં ગાર્ડન ની નવી જૂની ટાંકી અને વોટર વર્કસ માંથી સૌથી વધુ પાણીનો પ્રવાહ નગરને અપાતો હોય આ જગ્યાએ ગેસ પ્લાન્ટ્સ નંખાયા, અગાઉ પ્રતિ લિટરે કલોરીનેશન માટે 1 રૂપિયો ખર્ચ થતો હતો જે હવે 30 પૈસા થવાની વાત હતી, એટલે 70 ટકા ખર્ચ આ શાસકોએ બચાવ્યો તેમ જણાવ્યું હતું. એટલુંજ નહિ બાકીના તમામ બોર અને ટાંકી પર લગાવેલ ફિલ્ટર પ્લાન્ટ્સ એ ડોઝિન્ગ પ્લાન્ટ છે જે એકસાથે શરૂ કરવામાં આવશે.જેથી સમય, નાણાં અને પાણી નો વેડફાટ પણ બચશે તેવી વાત કરવામાં આવી હતી પરંતુ 2017 માં નંખાયેલા આ પ્લાન્ટો ની અધુરી કામગીરી હોય છેલ્લા નવ વર્ષથી શહેરીજનો ફિલ્ટર પાણીની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.
રાજપીપળા માં જૂની પાણીની લાઈનો વારંવાર લીકેજ થાય છે, પાણીમાં જીવતો નીકળે છે, અને અમુક વિસ્તાર માં તો ખૂબ ઓછા પ્રેશર થી પાણી મળે છે તેવામાં જો ફિલ્ટર પાણી ની નવી લાઈનો ચાલુ કરવામાં આવે તો પાણીની તંગી દૂર થઈ શકે છે
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
