News of Saturday, 29th August 2026
ડેડીયાપાડા પો.સ્ટે.માં પકડાયેલ વિદેશી દારૂ રૂ. ૩૩,૬૯,૭૫૮ ના મુદામાલનો નાશ કરતી ડેડીયાપાડા પોલીસ
જરૂરી મજુરી મેળવી કુલ-૭૪ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ-૧૬,૦૭૨નો નાશ કરાયો

(ભરત શાહ દ્વારા ) નર્મદા : ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના નોંધાયેલ ગુનામાં પકડાયેલ મુદામાલનો નાશ કરવા અનુસંધાને વાય.એસ.શિરસાઠ, પોલીસ ઇન્સ્પેકટર, ડેડીયાપાડા પોલીસ સ્ટેશન નાઓએએડીશનલ ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટ ડેડીયાપાડા કોર્ટ નાઓ પાસેથી મુદામાલ નાશ કરવા સારૂ જરૂરી મજુરી મેળવી કુલ-૭૪ ગુનામાં પકડાયેલ વિદેશી દારૂની નાની મોટી બોટલ કુલ નંગ-૧૬,૦૭૨/- કિંમત રૂપીયા ૩૩,૬૯,૭૫૮/- નો મુદામાલ તારીખ ૨૭/૦૮/૨૦૨૬ એ રાલ્દા ગામે બસ સ્ટેશન પાસે જુઇ પાંડે, સબ ડીવીઝન ડેડીયાપાડા તથા આર.બી.દેવધા, નાયબ પોલીસ અધિક્ષક, રાજપીપલા વિભાગ, રાજપીપલા તથા એસ.ડી.વસાવા, પોલીસ સબ ઇન્સ્પેકટર, નશાબંધી તથા આબકારી વિભાગ, નર્મદાના ઓની હાજરીમાં રોડ રોલર ફેરવી નાશ કરવામાં આવેલ છે.
(11:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
