તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 31st August 2026
પૂ.શ્રી જીનચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના. ૮૬માં જન્મદિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણીઃગુરૂભકતોની વિશાળ હાજરી
સાવત્થી તીર્થના પ્રેરક વચનસિધ્ધ જૈનાચાર્ય

રાજકોટઃ તા.૩૧: બાવળા નજીક આવેલા સાવત્થી તીર્થના પ્રેરક વચન સીધ્ધ જૈનાચાર્ય પૂ.શ્રી જીનચંન્દ્રસૂરિજી મ.સા.ના ૮૫માં જન્મદિવસની સાવત્થી તીર્થીના પાટંગણમાં શાનદાર અને અવિસ્મરણીય ઉજવણી કરવામાં આવેલ હતી. આ પ્રસંગે ઠેકઠેકાણેથી વિશાળ સંખ્યામાં ગુરૂભકતો ઉપસ્થિત રહયા હતા.
અવની પર અવતરણના આ પ્રસંગે પૂ. જૈનાચાર્યની ઉમર મુજબ અને તેઓના પ્રીય પક્ષી ૮૫ પોપટને સાવત્થીતીર્થમાં ખુલ્લા આકાશમાં વિહરવા માટે મુકત કરી જીવદવાનું સુંદર કાર્ય કરવામાં આવેલ.
પૂ. ગુરૂદેવના ૮૫માં જન્મદિવસ નિમિતે અમદાવાદના પ્રખ્યાત હીન્દ જીયા બેન્ડની સૂરાવંલી સાથે ગુરૂદેવને સલામી અપાઇ હતી. જન્મદિવસના અવસરે ઉપસ્થિત આશરે પાંચ હજારથી વધુ ગુરૂભકતોને રૂા.દશની નવી નોટનું બંડલ (એકહજાર)થી સંઘપૂજન કરવામાં આવેલ. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ૪૯ વર્ષથી ઉજવવામાં આવતા ગુરૂદેવના જન્મોત્સવે અત્યારસુધીમાં સોનાની ગીની-પ્લેટીનયમની ગીની-ચાંદીની ગીની-લગડી જેવી કિંમતી વસ્તુઓથી સંઘપૂજન કરવામાં આવે છે. જાણીતા ગાયક કલાકાર નરેન્દ્રભાઇ વાણીગોતાએ સુમધુર વાણી અને સંગીતના સથવારે ઉજવાવમાં આવેલ જનમદિવસના અવસરે ગુરૂદેવના કૃપાપાત્ર અને શિલ્પ કલામાં નિપુણ શિષ્ય મુનિરાજ શ્રી અજીતચન્દ્ર વિજયજી મ.સા.ને આગામી ટુંક સમયમાં આચાર્યની પદવી એનાયત કરીને નવાજવામાં આવશે તેવી જૈનાચાર્ય પૂ.શ્રી જીનચન્દ્રસુરીજી મ.સા. એ જાહેરાત કરતાની સાથે ઉપસ્થિત તમામ ગુરૂભકતોએ તાલીઓનો ગડગડાટ સાથે અત્યંત હર્ષોલ્લાસથી વધાવી લીધેલ.
જન્મોત્સવના આ સુંદર અવસરે મુનિશ્રી અજીતચન્દ્ર વિજયજી મ.સા.ના માર્ગદર્શન હેઠળ મુનીશ્રી તીર્થભદ્રજી મ. ઉપરાંત સંઘના ટ્રસ્ટી સર્વશ્રી નરેશભાઇ-પારસભાઇ-ટીકુભાઇ-હેમલભાઇ નરેન્દ્રભાઇ ઉપરાંત કાર્યકરો નિરવ-મણીયારભાઇ વગેરેએ જહેમત ઉઠાવી હતી. આ તકે મુંબઇ, કચ્છ, જામનગર, રાજકોટ, અમદાવાદ, સાણંદ વગેરે શહેરમાંથી ગુરૂભકતો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે ર૮ પરિવારોનું શાફો તથા હાર અને શ્રીફળ આપીને બહુમાન કરવામાં આવેલ. ઉપરાંત બપોરના શ્રી માણીભદ્રવીરનું પુજન ભકિત સંગીત સાથે ભણાવવામાં આવેલ અસંખ્ય ગુરૂભકતો દ્વારા વિશિષ્ટ રીતે ગુરૂપુજન કરવામાં આવેલ. સૌથી પહેલુ ગુરૂપુજન સાવત્વથી તીર્થના જમીન દાતા પરીવારના હરીભાઇ ભરવાડના પરીવારજનો દ્વારા કરવામાં આવેલ. ત્રણેય સમયની સાધર્મિક ભકિત એક જ ગુરૂભકત પરીવાર દ્વારા રાખવામાં આવેલ. (સંપર્ક - ૯૮૨૪૦ ૧૦૩૩૨)

નિરાજ શ્રી અજીતચન્દ્રવિજયજીને આચાર્ય પદની પદવી એનાયત કરાશેઃ પંચન્હિકા મહોત્સવ
રાજકોટઃ સાવત્થી તીર્થના સર્જક જૈનાચાર્ય પૂ.શ્રી જીનચન્દ્રસૂરિજી મ.સા.ના કૃપાપાત્ર અને આંજ્ઞાકિત શિષ્ય- શિલ્પ કલામાં નિપૂણ એવા મુનિરાજશ્રી અજીતચન્દ્ર વિજયજી મ.સા.ને આગામી ટુંક સમયમાં આચાર્યપદની પદવી એનાયત કરવામાં આવશે અને ત્યારે પાંચ દિવસનો અભૂતપૂર્વ અને અવસ્મરણીય પંચાનિહુકા મહોત્સવ યાદગાર રહી જાય તે રીતે ઉજવવાનું આયોજન ચાલી રહયુ હોવાની જાહેરાત કરવાની સાથે જ ગુરૂભકતો આનંદથી ઝુમી ઉઠયા હતા અને બાલમુનિને ખંભે બેસાડીને ગરબા લીધા હતા. આચાર્યપદની પદવી સમાંરભ વખતે દેશ-વિદેશમાંથી અસંખ્ય ગુરૂભકતોને નિમંત્રણ મોકલાશે. હાલમાં પણ સાવત્થી તીર્થનો મોટાભાગનો તમામ વહિવટ- વ્યવસ્થા અને ગુરૂદેવની ભકિત બાલમુનિ શ્રી અજીતચન્દ્રવિજયજી સુપેરે સંભાળી રહયા છે
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
