<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

પૂ.લાલબાપુની ખબર પૂછતા પૂ. મોરારીબાપુ

અમદાવાદ ખાતે રૂબરૂ મળીને શુભકામના વ્‍યકત કરી

 

 

રાજકોટ, તા.૩૧: વિશ્વભરમાં રામકથાથી રામનામ નો મહિમા ગુંજાવતા સંત  મોરારીબાપુએ આજે વિદેશ યાત્રાએથી પરત ફરીને અમદાવાદ ખાતે માનવતાના પૂજારી ઉપલેટાના ગધેથડ ગાયત્રી આશ્રમના સંત શ્રી લાલબાપુ ના ખબર અંતર પૂછયા હતા શ્રીરાજુભગતે બાપુના સ્‍વાસ્‍થ્‍ય વિશે તેઓને માહિતગાર કર્યા હતા.

અમદાવાદની રેડિયન્‍સ હોસ્‍પિટલ ખાતે પ્રોસ્‍ટેટની સારવાર બાદ તબિયતમાં સુધારો આવતા પૂજ્‍ય શ્રીલાલ બાપુ અમદાવાદ ખાતે સેવક શ્રી રાજુભાઈ ગજેરા ના નિવાસ્‍થાને થોડા સમય માટે રોકાયા છે.  મોરારીબાપુ હાર્વર્ડ યુનિવર્સિટીમાં રામકથા પૂર્ણ કરી આજે ભારત પરત ફર્યા હતા. આ અગાઉ બાપુ જ્‍યારે હોસ્‍પિટલમાં સારવાર હેઠળ હતા ત્‍યારે વિદેશથી   વિડીયો કોલ થી તેમણે પૂજ્‍ય લાલબાપુના ખબર અંતર પૂછી મંગલ સ્‍વાસ્‍થ્‍યની શુભકામના વ્‍યક્‍ત કરી હતી. આજે અમદાવાદ ખાતે રૂબરૂ મુલાકાત કરી પૂજ્‍ય લાલબાપુની તબિયતમાં સુધારો નિહાળી મોરારીબાપુએ પ્રસન્નતા વ્‍યક્‍ત કરી હતી. આજે બે સંતોના સાનિધ્‍યથી દિવ્‍યતા છવાઈ ગઈ હતી. ઉપસ્‍થિત સાધુ સંતો અને તે વખતે વંદના કરી હતી. સમગ્ર દેશમાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપરાંત વિવિધ આશ્રમોના સંતો મહંતોએ બાપુ મંગલ સ્‍વાસ્‍થ્‍ય માટે કામના કરી હતી આ પૂર્વે સ્‍વામી હરિપ્રકાશ તથા વિવેક સ્‍વામી, સારંગપુર , જીગ્નેશ દાદા વગેરે  બાપુના ખબર અંતર પૂછયા હતા.

ગુજરાતના મુખ્‍યમંત્રી  ભુપેન્‍દ્રભાઈ પટેલે તેઓ અમેરિકામાં હોવાથી બાપુના વિડીયોકોલથી ખબર અંતર પૂછયા હતા .નાયબ મુખ્‍યમંત્રી હર્ષભાઈ સંઘવી એ હોસ્‍પિટલ આવી ગાયત્રી મંત્રના દિવ્‍ય સુરો સાથે બાપુના સ્‍વાસ્‍થ્‍ય માટે મંગલ પ્રાર્થના કરી.. કેન્‍દ્રીય કેબિનેટ મંત્રી  મનસુખભાઈ માંડવીયા... પૂર્વ કેન્‍દ્રીય મંત્રી  પરષોત્તમભાઈ રૂપાલા.. લોકસભા સભ્‍ય  પૂનમબેન માડમ.. પૂર્વ મુખ્‍યમંત્રી શંકરસિંહ વાઘેલા.. શક્‍તિસિંહ ગોહિલ...  ગણેશભાઈ ગોંડલ,  રાજદીપસિંહ જાડેજા રીબડા સહિત ગુજરાતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવો એ બાપુના ખબર અંતર પૂછયા હતા.. રેડિયન્‍સ હોસ્‍પિટલના સુપ્રસિધ્‍ધ  ડોક્‍ટર અપૂર્વ વ્‍યાસ અને ટીમ દ્વારા બાપુની સફળ સારવાર થતાં હાલમાં બાપુ અમદાવાદ ખાતે હોસ્‍પિટલમાંથી રજા મળતા  થોડા સમય માટે સેવક શ્રી રાજુભાઈ ગજેરા ના નિવાસસ્‍થાને રોકાયા છે.

(4:05 PM IST)