<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

બેચરાજીમા મહેસાણા જિલ્લા ભાજપાના પ્રશિક્ષણ વર્ગમાં ભાજપા આગેવાનો-કાર્યકર્તાઓને સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને કાર્યક્ષમ બનાવવા અંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માનુ માર્ગદર્શન

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, સાંસદ હરિભાઈ પટેલ, પ્રભારી ભરતભાઈ ડાંગર, ધારાસભ્યો, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, પક્ષના સિનિયર આગેવાનો,કાર્યકરો ઉપસ્થિત

અમદાવાદ તા.૩૧ : ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા આજે  ભાજપાના પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન-૨૦૨૬ અંતર્ગત આજે બેચરાજી ખાતે આયોજિત મહેસાણા જિલ્લા ભાજપાના પ્રશિક્ષણ વર્ગના સમાપન સત્રમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

આ અવસરે  જગદીશભાઈ વિશ્વકર્માએ જિલ્લા સંગઠનના હોદ્દેદારો, આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે સંવાદ કરી સંગઠનને વધુ મજબૂત, સક્રિય અને કાર્યક્ષમ બનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું.

આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી  નીતિનભાઈ પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ ગીરીશભાઈ રાજગોર, સાંસદ હરિભાઈ પટેલ, પ્રભારી ભરતભાઈ ડાંગર, ધારાસભ્યશ્રીઓ, જિલ્લા સંગઠનના પદાધિકારીઓ, પક્ષના સિનિયર આગેવાનો તથા અપેક્ષિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

(3:58 PM IST)