<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

ડાંગના ગારખડીના સીતાવનમાં ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરાતા ભારે આક્રોશ: જિલ્લા બિરસામુંડા સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી: આવેદન પત્ર પાઠવ્યું

ડાંગના SP અને કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહી તેમજ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવાની માગ

ડાંગના ગારખડીના સીતાવનમાં ધાર્મિક મૂર્તિઓ ખંડિત કરાતા ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. શ્રીરામ, લક્ષ્મણજી, હનુમાનજી અને માતા સીતાની મૂર્તિઓને અજાણ્યા ઈસમે ખંડિત કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં હિન્દૂ સંગઠનો અને આગેવાનોમાં રોષ ફેલાયો હતો. વિરોધમાં જિલ્લા બિરસામુંડા સર્કલથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજવામાં આવી હતી. આ દરમિયાન ડાંગના SP અને કલેક્ટરને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહી તેમજ ધાર્મિક સ્થળોની સુરક્ષા વધારવાની માગ કરવામાં આવી હતી. ડાંગ પોલીસે આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે. પોલીસે સ્થાનિક 100 લોકોના નિવેદન લીધા છે. ખંડિત મૂર્તિઓને FSL રિપોર્ટ માટે મોકલવામાં આવી હોવાનું SPએ જણાવ્યું છે.

(7:42 PM IST)