તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 31st August 2026
સુરતમાં પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં હોટ ફિક્સિંગ યુનિટ ધારકોને નોટિસ આપવાનું શરૂ થતા વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ
સ્થાનિકોનો આરોપ છે કે પાલિકા કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરતી નથી અને કચરો લેવા માટે પાલિકાની ગાડીઓ નિયમિત આવતી નથી. જેના કારણે કચરો બહાર નાખવાની ફરજ પડે છે.

સુરતમાં હોટ ફિક્સિંગ મશીનના કચરાને લઈને વિવાદ વકર્યો છે. પાલિકા દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં હોટ ફિક્સિંગ યુનિટ ધારકોને નોટિસ આપવાની કામગીરી હાથ ધરાતા વેપારીઓ અને સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે પાલિકા કચરાના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરતી નથી અને કચરો લેવા માટે પાલિકાની ગાડીઓ પણ નિયમિત આવતી નથી. જેના કારણે કચરો બહાર નાખવાની ફરજ પડે છે. વેપારીઓએ આક્ષેપ કર્યો કે પાલિકા લોકોના ધંધા બંધ કરાવવા તરફ આગળ વધી રહી છે. એક વેપારીએ જણાવ્યું કે, અગાઉ પાલિકાને ત્રણ વખત રોજ કચરો લઈ જવા માટે અરજી કરવામાં આવી હતી. તેમ છતાં યોગ્ય વ્યવસ્થા ન થતાં હવે નોટિસ આપવામાં આવી રહી છે. પાલિકાની દેખાવા પૂરતી કામગીરી સામે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
(9:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
