<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

જંગલ જમીન ખેડાણના હક્ક માટે ખેડૂતોના ધરણા પ્રદર્શનમાં

લીલાબેન વસાવાની તબિયત લથડતા હોપિટલમાં દાખલ કરાયા

( ભરત શાહ દ્વારા ) નર્મદા : જંગલ જમીન ખેડાણના હક્ક સહિતના વિવિધ પ્રશ્નોને લઈને સાગબારા ખાતે ચાલી રહેલા ખેડૂતોના ધરણા પ્રદર્શનનો આજે 23 મો દિવસ છે. આંદોલનના 23મા દિવસે ભાજપ, કોંગ્રેસ, બીટીપી અને આમ આદમી પાર્ટીના આદિવાસી નેતાઓ એક મંચ પર જોવા મળ્યા હતા.
  ગઈકાલે સાંસદ મનસુખ વસાવા, કોંગ્રેસના સંદીપ માંગરોલા, બીટીપી આગેવાન મહેશ વસાવા અને આપના ડો. દયારામ વસાવા સહિતના આગેવાનો ધરણા સ્થળે પહોંચ્યા હતા.
આજે મંત્રીઓની હાજરીમાં લીલાબેન વસાવા સહિત ખેડૂતોના પારણાં કરાવી ધરણાનો અંત લાવવાની તૈયારી હતી પરંતુ એ પહેલાજ ખેડૂત આગેવાન લીલાબેન વસાવા ની તબિયત અચાનક બગડતા તેમને સાગબારા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આજે બપોરે મંત્રીઓ મંત્રીઓ ની હાજરી માં પારણા કરવાના હતા પરંતુ વહેલી સવારે જ લીલાબેન વસાવા ની તબિયત લથડતા તેમને હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા છે.

(11:06 PM IST)