<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 31st August 2026

પત્નીએ પતિને 'તું કઈ કામ કરતો નથી' તેવો ઠપકો આપતા પતિએ ગટગટાવી ઝેરી દવા, સારવાર દરમિયાન મોત

તિલકવાડા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા ખાતે લઇ જતા રાત્રીના તેમનું મોત નિપજ્યું

( ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના ચુડેશ્વર ગામમાં પત્નીના ઠપકાથી પતિએ ઝેરી દવા પી આપઘાત કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
    મળતી માહિતી અનુસાર મરનાર દિલીપભાઈ ગણપતભાઈ બારીયા (ઉ.વ.૩૦ )( રહે-ચુડેશ્વર તા.તિલકવાડા જિ-નર્મદા) નાઓ તા.૨૯/૦૮/૨૦૨૬ ના રોજ સવારે ક.૦૮/૧૦ વાગ્યાના અરશામા પોતાના ઘરે હતા ત્યારે તેમના પત્ની હિરલબેન નાઓએ જમી લેવા બાબતે જણાવતા તેમણે જમવાની ના પાડતા,  તેમને તેમના પત્નીએ જણાવેલ કે તુ કઇ કામ કરતો નથી તેવો ઠપકો આપતા તેમને લાગી આવતા પોતાની જાતે ઝેરી દવા પી જતા ૧૦૮ એમ્બ્યુલન્સમા તિલકવાડા સરકારી દવાખાને સારવાર માટે લઇ જઇ દાખલ કરેલ અને તિલકવાડા સરકારી દવાખાનામાં પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે એસ.એસ.જી. હોસ્પિટલ વડોદરા ખાતે લઇ જતા તા.૨૯/૦૮/૨૦૨૬ ના રાત્રીના તેમનું મોત નિપજ્યું તિલકવાડા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:13 PM IST)