News of Tuesday, 1st September 2026
પાટણના ચાણસ્મામાં કથિત આરોપીઓને દોરડાથી બાંધી જાહેરમાં વરઘોડો કાઢવાના મામલે ગુજરાત હાઈકોર્ટે ગંભીર વલણ અપનાવ્યું
SP, DYSP, LCB અને SOG સહિત 20થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને 21 સપ્ટેમ્બરે કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા આદેશ:DGP અને ચીફ સેક્રેટરીને પણ ‘ઇન્ફોર્મલ પાર્ટી’ તરીકે નોટિસ

પાટણના ચાણસ્મામાં કથિત આરોપીઓને દોરડાથી બાંધી જાહેરમાં વરઘોડો કાઢવાના મામલે ગુજરાત હાઈકોર્ટે ગંભીર વલણ અપનાવ્યું છે. ચાણસ્મા પોલીસ સામેના આક્ષેપોને લઈને હાઈકોર્ટે કડક કાર્યવાહી શરૂ કરી છે. પોલીસકર્મીઓએ કથિત આરોપીઓને માર માર્યો હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. ફરિયાદ મુજબ, 30થી 40 પોલીસકર્મીઓએ માર માર્યો હતો. પોલીસના કથિત કૃત્યને લઈને હાઈકોર્ટમાં કોન્ટેમ્પ્ટ કાર્યવાહી હાથ ધરાઈ છે. આ મામલે SP, DYSP, LCB અને SOG સહિત 20થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને 21 સપ્ટેમ્બરે કોર્ટમાં રૂબરૂ હાજર રહેવા આદેશ કરાયો છે. આ ઉપરાંત DGP અને ચીફ સેક્રેટરીને પણ ‘ઇન્ફોર્મલ પાર્ટી’ તરીકે નોટિસ પાઠવવામાં આવી છે.
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
