<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 1st September 2026

અમદાવાદમાં ‘મલાલા’ પુસ્તક વાંચનને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વકર્યો: હુમલાખોરો સામે 72 કલાકમાં કાર્યવાહી કરવાની માગ

જો માગણીઓ સંતોષવામાં નહીં આવે તો કોલેજ કેમ્પસમાં પુસ્તક વાંચન કરવાની ચીમકી :પોલીસકર્મી પર હુમલાની કલમ ઉમેરવાની પણ માગ

અમદાવાદમાં ‘મલાલા’ પુસ્તક વાંચનને લઈને શરૂ થયેલો વિવાદ વધુ વકર્યો છે. વસ્ત્રાપુરમાં પુસ્તક વાંચન દરમિયાન હુમલાની ઘટના બાદ ફરી વાચકો સરદારબાગમાં એકઠા થયા હતા. ‘સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ’ના સભ્યો અને વાચકવર્ગે પુસ્તક વાંચન દરમિયાન હુમલો કરનાર ટોળા સામે કડક કાર્યવાહીની માગ કરી છે. હુમલાખોરો સામે 72 કલાકમાં કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. ‘વાંચે ગુજરાત’ કેમ્પેઈન વચ્ચે વાંચન કરનાર લોકો પર હુમલો કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. વાચકવર્ગે બજરંગ દળ સામે પણ કાર્યવાહી કરવાની માગ કરી છે. જો માગણીઓ સંતોષવામાં નહીં આવે તો કોલેજ કેમ્પસમાં પુસ્તક વાંચન કરવાની ચીમકી આપવામાં આવી છે. આ ઉપરાંત પોલીસકર્મી પર હુમલાની કલમ ઉમેરવાની પણ માગ કરવામાં આવી છે.

(12:30 AM IST)