News of Tuesday, 1st September 2026
‘પ્રીતિ'માંથી ‘પ્રેમ' બનેલા રાજકોટના યુવકની સર્ટિફિકેટ્સમાં જેન્ડર-નામ બદલવા મામલે હાઈકોર્ટ સમક્ષ રિટ
‘સ્ત્રી'માંથી ‘પુરુષ' બનેલા રાજકોટના યુવકનો રસપ્રદ કેસ : પ્રાથમિક સુનાવણી બાદ હાઇકોર્ટે રાજ્ય સરકાર, રાજકોટ કોર્પોરેશન(બર્થ-ડેથ સર્ટિ. રજિસ્ટ્રાર), DEO અને શ્રી સર્વેશ્વર વિદ્યામંદિરને નોટિસ પાઠવીને કેસની વધુ સુનાવણી ૯-૧૦-૨૬ના રોજ રાખી છે

અમદાવાદ તાફ૧: એક અત્યંત રસપ્રદ કેસમાં ‘પ્રીતિ'માંથી ‘પ્રેમ' બનેલા રાજકોટના યુવકે હાઇકોર્ટમાં રિટ કરી છે અને એવી દાદ માગી છે તેના બર્થ અને સ્કૂલ લિવિગ સર્ટિફિકેટમાં તેનું નામ અને જેન્ડર(જાતિ) બદલી આપવાનો આદેશ સંબંધિત ઓથોરિટીને આપવામાં આવે. હાઇકોર્ટના જાસ્ટિસ નિર્ઝર એસ. દેસાઇએ કેસની પ્રાથમિક સુનાવણી બાદ રાજ્ય સરકાર, રાજકોટ કોર્પોરેશન(બર્થ-ડેથ સર્ટિ. રજિસ્ટ્રાર), DEO અને શ્રી સર્વેશ્વર વિદ્યામંદિરને નોટિસ પાઠવીને કેસની વધુ સુનાવણી ૯-૧૦-૨૬ના રોજ રાખી છે.
આ મામલે અરજદાર પ્રીતિએ એડવોકેટ બ્રિજેશ કે. રામાનુજ મારફતે રિટ પિટિશન કરીને કોર્ટમાં એવી હકીકત જણાવી છે કે અરજદારનો જન્મ ૧૯૯૨માં થયો હતો અને એ જન્મથી ષી હતી. એનું નામ પ્રીતિ રાખવામાં આવ્યું હતું અને તેના બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિગ સર્ટિફિકેટ સહિતના અધિકૃત દસ્તાવેજોમાં એનું નામ પ્રીતિ અને જેન્ડર ફિમેલ લખવામાં આવ્યું હતું. જોકે કુદરતના આヘર્ય વચ્ચે તેને પોતાના જેન્ડર પ્રત્યે અસંગતતા વર્તાવા લાગી હતી. ત્યારબાદ સાયકોલોજિકલ મૂલ્યાંકન અને તબીબી સલાહના અંતે તેને ‘જેન્ડર આઇડેન્ટિટી ડિસઓર્ડર' હોવાનું નિદાન થયું હતું. આ નિદાન બાદ નિષ્ણાતો દ્વારા તેની શારીરિક અને માનસિક તબીબી સારવાર શરૂ થઇ હતી. આ સારવાર બાદ તેણે ‘જેન્ડર ચેન્જ'(ષાીમાંથી પુરુષ) બનવા માટેની સર્જરી કરાવવી જોઇએ એવી ભલામણ નિષ્ણાત તબીબોએ કરી હતી. જે તેના મન, શરીર અને ભાવનાઓના હિતમાં રહેશે એવો અભિપ્રાય પણ અપાયો હતો. જેન્ડર એ કોઇ પણ વ્યક્તિના વ્યક્તિત્વ, સન્માન અને સ્વતંત્રતાની અલાયદી ઓળખ હોય છે. તેથી પ્રીતિએ દિલ્હીની ફોર્ટિસ હોસ્પિટલમાં ‘જેન્ડર ચેન્જ' સર્જરી કરાવી ષીમાંથી પુરુષ બનવાનો નિર્ણય કર્યો હતો. આ સર્જરી બાદ હોસ્પિટલ દ્વારા તેને વર્ષ ૨૦૧૮માં ‘જેન્ડર રેકોગ્નિઝેશન સર્ટિફિકેટ' આપવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં થયેલી સર્જરી અને સત્તાવાર સર્ટિફિકેટ બાદ એ સત્ય નિર્વિવાદ છે, કે તેને એક પુરુષ તરીકેની નવી ઓળખ મળી છે. ત્યારબાદ આ અધિકૃત સર્ટિફિકેટ દ્વારા પ્રીતિએ વિવિધ સરકારી દસ્તાવેજોમાં પોતાનું નામ અને જેન્ડર ચેન્જ કરાવ્યું હતું અને તેણે ‘પ્રેમ' તરીકે નવું નામ અને ‘પુરુષ' તરીકેનું નવું જેન્ડર મળ્યું હતું.
અરજદારના આધાર કાર્ડ સહિતના તમામ સરકારી દસ્તાવેજોમાં પુરુષ તરીકેના જેન્ડર અને નવું નામ દાખલ કરવામાં આવ્યું હતું. પરંતુ તેના બર્થ સર્ટિફિકેટ અને સ્કૂલ લિવિગ સર્ટિફિકેટમાં હજુ પણ જૂનું નામ અને જેન્ડર જ દર્શાવતું હતું. તેથી અરજદારે રાજકોટ કોર્પોરેશનના સંબંધિત વિભાગ અને સર્વેશ્વર વિદ્યામંદિર ખાતે વિસ્તૃત રજૂઆત અને તમામ દસ્તાવેજો સાથે નામ અને જેન્ડરમાં સુધારો કરવા અરજી કરી હતી. જોકે તમામ દસ્તાવેજી પુરાવા છતાંય જરૂરી સુધારો ન થતાં અરજદારની કાયદેસરની ઓળખ સામે સવાલ ઊભો થાય છે અને એ બંધારણના અનુચ્છેદ ૧૪ અને ૨૧નો પણ ભંગ કરે છે. પરિણામે સમગ્ર મામલે હાઇકોર્ટ સમક્ષ રિટ પિટિશન કરવાની ફરજ પડી છે અને ઓથોરિટીને જરૂરી સુધારા કરી આપવાની દાદ માગવામાં આવી છે. (કેસના અરજદારનું નામ બદલવામાં આવ્યું છે.)
સર્જરીનું હોસ્પિટલનું સર્ટિફિકેટ અને સરકારી દસ્તાવેજોમાં પણ નામ-જેન્ડર ચેન્જ થયા છે એડવોકેટ બ્રિજેશ રામાનુજે પિટિશનમાં જણાવ્યું છે કે,અરજદારને ફોર્ટિસ હોસ્પિટલ દ્વારા જેન્ડર ચેન્જ સર્જરી બાદ કાયદેસરનું સર્ટિફિકેટ આપ્યું હતું. ત્યારબાદ વિવિધ સરકારી ઓથોરિટીના દસ્તાવેજો જેમ કે પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ, લાઈસન્સ તમામમાં જરૂરી સુધારા આ સર્ટિફિકેટના આધારે કરવામાં આવ્યું હતું. પરંતુ ઓથોરિટીએ બર્થ અને સ્કૂલ લિવિગ સર્ટિફિકેટમાં સુધારો નહીં કરીને ભૂલ કરી છે. તેથી તેમના કૃત્યને મનસ્વી, ગેરકાયદે અને કાયદેસર ટકી ન શકે તેવું જાહેર કરવું જોઇએ.
(10:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
